Mr.Reporter News Portal મદદ કરનાર વ્યક્તિઓ અને દાતાઓના નામ અને ફોટા પણ જાહેર કરશે

વડોદરા – મી.રિપોર્ટર, 4થી ઓગસ્ટ.

વડોદરા શહેરમાં 31મી જુલાઈ, 2019 નો દિવસ કાળા દિવસ તરીકે વડોદાવાસીઓ યાદ રાખશે. આકાશમાંથી આભ ફાટ્યું અને વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ. વડોદરાના તમામ વિસ્તારો અને માર્ગો પર ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી અને વરસાદી પાણી ને લીધે લોકોની ઘરવકરી અને કિંમતી સામાન પલળી ગયો. દુકાનદાર નો સ્ટોક પાણીમાં પલળી જતા ભારે નુકશાન થયું. માર્ગો અને કાચા મકાનોમાં રહેતા લોકો કાચું મકાન પડી ગયું, ઘરમાં પાણી ભરાઈ ગયું અને તેના લીધે તેઓ બેઘર બની ગયા હતા.

આ કપરાં સંજોગો માં NGO, NDRF તથા સ્વૈચ્છિક સંસ્થાઓ આવા લોકો ની મદદે દોડી આવી અને તેઓએ પાણીમાં ફસાયેલા લોકોને પોતાના જીવના જોખમે બહાર કાઢયાં હતાં. એટલું જ નહિ પણ તેમને બે ટાઈમ ખાવાનું મળે, દવા, કપડાં તેમજ પીવાના પાણીની બોટલ પણ પહોંચાડવાની શરૂઆત કરી છે. વડોદરામાં હજુ પણ વરસાદ વચ્ચે પડી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓછું થવાનું નામ લેતું નથી. આ કપરી પરિસ્થિતિમાં લોકો ને મદદ કરવા માટે અમે આપ ને તન, મન અને ધનથી સહાય કરવા માટે અપીલ કરીએ છીએ. વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ ને પહોંચી વળવા અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દવા મેડિકલ સારવાર મળી શકે તે માટે આપના આર્થિક મદદ ની ભારે જરૂર છે.

https://milaap.org/fundraisers/support-dhiraj-thakore

મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ પોતાની સામાજિક જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને સ્નેહ ફાઉન્ડેશન સાથે મળી ને શહેરના ગરીબ, મધ્યમ વર્ગના લોકો ને કપડાં, ડ્રાય ફૂડ પેકેટ, પીવાના પાણી ની બોટલ, દવા ની સહાય કરવાની શરૂઆત કરી છે. આપ પણ અમારા નાનકડા પણ અસરદાર પ્રયાસમાં જોડાઈ ને જરૂરિયાત મંદ વડોદાવાસીઓને આર્થિક મદદ કરી શકો છો. આપ રૂપિયા 100 થી લઈ ને ઇચ્છો તેટલાં રૂપિયાની મદદ કરી શકો છો. અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રૂપિયા 10 લાખ ની મદદ કરવાનો સંકલ્પ કર્યો છે. આપ આ સંકલ્પમાં અમારી સાથે જોડાવ તેવી અમે નમ્ર વિનંતી કરીએ છે. તમે તમારો ફાળો Paytm અને G-pay દ્વારા અમારા નંબર પર આપી શકો છો. આ ઉપરાંત તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરીને પણ ઉદાર હાથે ફાળો આપી શકો છો.

https://milaap.org/fundraisers/support-dhiraj-thakore

મદદ માટે સ્વૈચ્છિક રીતે ભેગુ થયેલું ભંડોળ અને રકમ અમે NGO, VMC તેમજ સરકારની એજન્સી ને આપીશું.

Mr.Reporter News Portal
Dhiraj Thakore
+91 9978099786

Sneh Foundation
Heena Raval
+91 9998217800

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: