મૂવી રિવ્યૂઃ છિછોરે ફિલ્મ નું નામ ભલે અટપટુ હોય, પણ ફિલ્મ ખરેખર જોવા જેવી છે…..

મૂવી રિવ્યૂઃ છિછોરે ફિલ્મ નું નામ ભલે અટપટુ હોય, પણ ફિલ્મ ખરેખર જોવા જેવી છે.....
Spread the love

બોલીવુડ- મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી સપ્ટેમ્બર. 

રેટિંગ:  3.5/5

સ્ટાર કાસ્ટ:  સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, પ્રતીક બબ્બર, વરુણ શર્મા, તાહિર રાજ ભસીન

ડિરેક્ટર: નિતેશ તિવારી

સમય : 2 કલાક 26 મિનિટ

ફિલ્મનો પ્રકાર: ડ્રામા

ભાષા: હિન્દી

મુવી  રિવ્યૂ

મોટાભાગની રોમાન્સ કોમેડી ફિલ્મનો મુખ્ય હેતૂ મનોરંજન પીરસવાનો હોય છે, પરંતુ જો કોઈ ફિલ્મ મનોરંજન સાથે મેસેજ પણ આપે તો તેનાથી સારું બીજું કશું નથી. નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’ પણ આવી જ ફિલ્મ છે. ફિલ્મ જોઈને દરેક વ્યક્તિ પોતાને કોઈને કોઈ જૂની વાત સાથે કનેક્ટ કરશે. પછી તે કોલેજના જૂના દિવસો હોય, મિત્રતા માટે કંઈપણ કરવાની વાત, પેરેન્ટીંગ, હોંશિયાર વિદ્યાર્થી પર પરીક્ષામાં સફળ થવાનું પ્રેશર અથવા ડિવોર્સી પતિ-પત્ની વચ્ચનો ઈગો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ફિલ્મની સ્ટોરી આ મુજબ છે…..

અનિરુદ્ધ (સુશાંત સિંહ રાજપૂત)નો દીકરો (મોહમ્મગ સમદ) અભ્યાસમાં હોંશિયાર અને મહેનતી છે અને એન્ટ્રન્સ એક્ઝામમાં સિલેક્ટ થવાના પ્રેશરમાંથી પસાર થઈ રહ્યો છે. માયા (શ્રદ્ધા કપૂર)સાથે ડિવોર્સ બાદ અનિરુદ્ધ સિંગલ પેરેન્ટ છે. એન્ટ્રન્સ એક્ઝામમાં જ્યારે રાધવનું સિલેક્શન નથી થતું તો તે નિરાશ થઈને બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે. આત્મહત્યાના પ્રયાસમાં તેના મગજ પર ગંભીર ઈજા પહોંચે છે. અનિરુદ્ધ જ્યારે દીકરાને હાથમાંથી નીકળતા જુએ છે તો દીકરીને બચાવવા પોતાના હોસ્ટેલના જૂના દિવસોમાં લઈ જાય છે.

હોસ્ટલમાં માયાના પ્રેમ સાથે તેને સેક્સા (વરુણ શર્મા), ડેરેક (તાહિર રાજ ભસીન), એસિડ (નવીન પોલીશેટ્ટી), બેવડા (સહર્ષ શુક્લા), ક્રિસ ક્રોસ (રોહિત ચૌહાણ), મમ્મી (તુષાર પાંડે) જેવા જિગરી મિત્રોની મિત્રતા મળે છે. તો રેજી (પ્રતીક બબ્બર) જેવા હોંશિયાર વિદ્યાર્થી સાથે દુશ્મની. બેભાન સ્થિતિમાં રહેલા રાઘવની બોડી અનિરુદ્ધની યાદો સાથે રિસ્પોન્ડ કરવા લાગે છે. અનિરુદ્ધ પોતાના હોસ્ટલના આ બધા મિત્રોને એકઠા કરે છે. અનિરુદ્ધ રાઘવને જણાવે છે કેવી રીતે હોસ્ટલમાં લૂઝર્સના નામથી કુખ્યાત તેમણે પોતાના ટેગથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો. પરંતુ અનિરુદ્ધના અતિતની સ્ટોરી રાઘવની સ્થિતિ ગંભીર કરી નાખે છે. શું અનિરુદ્ધ, માયા અને તેના મિત્રો રાઘવને બચાવી શકશે. આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

નિર્દેશક : નિતેશ તિવારી એક સંવેદનશીલ નિર્દેશક છે….

નિતેશ તિવારીના આ ગુણ ‘છિછોરે’માં જોવા મળે છે. તેમણે 90ના દાયકાનો માહોલ સારી રીતે દર્શાવ્યો છે. તે સમયની લૂઝ જીન્સ, કેસિયો ઘડિયાળ, રેનોલ્ડ્સ પેન, પ્લેબોય મેગેજીન્સ જેવી નાની નાની ડિટેલિંગથી પાત્રો રંગાઈ ગયા છે. તેઓ ફિલ્મના લેખક છે આથી મેડિકલ પરીક્ષા કે એન્ટ્રન્સ માટે બાળકોના પ્રેશરના સારી રીતે બતાવ્યું છે. ફિલ્મમાં એક ભાવુક દ્રશ્ય છે, જેમાં અનિરુદ્ધ માયા અને મિત્રો સામે સ્વીકારે છે કે, મેં શેમ્પેઈનની બોટલ એટલા માટે રાખી હતી, જેથી દીકરા પરીક્ષામાં પાસ થાય તે પછી તેની સાથે સેલેબ્રેશન કરી શકું. પરંતું જો તે ન જણાવી શક્યો કે પરીક્ષામાં પાસ નહીં થાય તો શું કરવાનું છે. નિતેશે વર્તમાન અને ફ્લેશબેકના દ્રશ્યો વચ્ચે સારી રીતે તાલમેલ બેસાડ્યો છે. ફિલ્મમાં બોય્ઝ હોસ્ટેલમાં બેચલર છોકરાઓની કેમેડી, રોમાન્સ અને રાઈવલરી દર્શકોને ભરપૂર મનોરંજન આપે છે. ફિલ્મમાં ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘જો જીતા વહી સિકંદર’ જેવી ફિલ્મોની પણ ઝલક દેખાય છે.

એક્ટિંગ : તમામ કેરેક્ટરની એક્ટિંગ સારી છે…

એક્ટિંગ મામલે ફિલ્મ રિચ છે. સુશાંત સિંહ રાજપૂતે યુવાન સાથે આધેડ અનિરુદ્ધનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. શ્રદ્ધા કપૂર પણ યંગ અને મેચ્યોર માયા તરીકે જામે છે. સેક્સાના પાત્રમાં રહેલા વરુણ શર્માએ દર્શકોને ખૂબ હસાવ્યા. ડેરેકના રોલમાં તાહિર રાજ ભસીનનું કામ દમદાર છે. તો એસિડ, બેવડા, ક્રિસ ક્રોસ, મમ્મીના પાત્રો સ્ટોરીમાં જીવ નાખે છે. પ્રતિક બબ્બરે પણ સારું કામ કર્યું છે. જ્યારે પ્રીતમના સંગીતમાં બનેલા સોન્ગ્સ એવરેજ છે.

જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ  જઈને વધુ સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.
 
==== Please like,follow and Subscribe us ====
⇰ Facebook : https://www.facebook.com/mrreporterin
⇰ Youtube: https://www.youtube.com/c/mrreporterofficial
⇰ Twitter: https://www.twitter.com/mrreporterin
⇰ Instagram: https://www.instagram.com/mrreporterofficial
⇰ Websites: http://www.mrreporter.in, 
⇰ linkedin : https://www.linkedin.com/in/mr-reporter
⇰ WhatsApp: 7016252800