બોલીવુડના મોટાભાગના કલાકારોને ફેશનની સેન્સ નથી, ગમે તે પહેરી લે છે,…કોણ કહે છે ? જુઓ…વિડીયો…

Most Bollywood artists have no sense of fashion, no matter what they wear, ... who says? Watch ... Video ...
Spread the love

વડોદરા- મિ.રિપોર્ટર, ૧૦મી જાન્યુઆરી. 

બોલીવુડના આજના  મોટાભાગના કલાકારોને કપડાની ફેશનની સેન્સ નથી, ગમે તે પહેરી લે છે. બોલીવુડમાં જાણીતા કલાકરોમાં જેકી શ્રોફ, ઐશ્વર્યા રાય અને અક્ષય કુમારના ડ્રેસ ડિઝાઇન કરવા પડકારરૂપ હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કોસ્ચ્યુમ બનાવવાની તીવ્ર ઈચ્છા છે એમ છેલ્લા 32 વર્ષથી બોલીવુડમાં એકહથ્થુ શાસન કરનાર કોસ્ચ્યુમ ડિઝાઇનર એના સિંઘે અત્રે જણાવ્યું હતું. 

PM મોદીના કોસ્ચ્યુમ બનાવવાની ઇચ્છા : જેકી શ્રોફ, ઐશ્વર્યા રાય અને અક્ષય કુમારના ડ્રેસ ડિઝાઇન કરવા પડકારરૂપ

પારૂલ યુનિવર્સિટીના ફેશન ડિઝાઇનરના સ્ટુડન્ટસને માર્ગદર્શન આપવા માટે મહેમાન બનેલ એના સિંઘે એક હજાર ઉપરાંત બોલીવુડ ફિલ્મોમાં કોસ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.  પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,  વર્તમાન એક્ટરોમા કોસ્ચ્યુમનું કોઇ નોલેજ નથી. પહેલાંના એક્ટર ડિઝાઈનરને આઇડિયા આપતા હતા. ફેશન ડિઝાઇનમાં હાલ કોઇ નવો ટ્રેન્ડ નથી. રોજેરોજ કંઇ નવું કરવાનો પ્રયત્ન કરવો પડે છે. ઐતિહાસિક ફિલ્મો માટેના કોસ્ચ્યુમ માટે રિસર્ચ વધુ કરવું પડે છે. જેકી શ્રોફ, ઐશ્વર્યા રાય અને અક્ષય કુમારના ડ્રેસ ડિઝાઇન કરવા પડકારરૂપ હતા. એના સિંઘે બોલીવુડ એકટરો અને  ફેશન સેન્સ અંગે વધુ શું કહ્યું તે જણાવવા માટે વિડીયો જુઓ….