રામ કથા દ્વારા એકઠી થયેલી રૂપિયા 11 લાખની રકમ મોરારિ બાપુએ સેક્સ વર્ક્સને દાનમાં આપી : નવું ઉદાહરણ પૂરું પાડ્યું

 અમદાવાદ, મિ.રિપોર્ટર, ૧૭મી જાન્યુઆરી. 

વિશ્વભરમાં ભગવાન રામની કથા માટે જાણીતા કથાકાર મોરારિ બાપુએ સમાજમાં સેક્સ વર્કર તરીકે  ઓળખાતી મહિલા અને તેમના પરિવારના ઉજવળ ભવિષ્ય માટે કરોડોની રકમ દાનમાં આપીને નવું જ ઉદાહરણ પૂરું પાડીને સમાજને પણ તે કાર્યમાં જોડાવવાની અપીલ કરી છે. 

પોતાના વતન તલગાજરડામાં ખાતે  યોજાયેલા એક કાર્યક્રમમાં સેક્સ વર્કર્સ અને તેમના પરિવારના કલ્યાણ માટે મોરારિ બાપુએ અયોધ્યામાં પાછલા મહિને યોજેલી કથા દ્વારા એકઠા થયેલા 11 લાખ રૂપિયાનું ફંડ દાનમાં આપ્યા હતા. જયારે તેમના સમર્થકોએ પણ સેક્સ વર્કર્સના કલ્યાણ માટે 6.92 કરોડની રકમ દાનમાં આપી હતી. તેમણે સેક્સ વર્ક્સની સમસ્યા સમાજ સારી રીતે સમજી શકે તે માટે અયોધ્યામાં 22થી 30 ડિસેમ્બરની વચ્ચે ‘માનસ ગણિકા રામ કથા’નું આયોજન કર્યું હતું. આ કથામાં અંદાજિત 300 જેટલી સેક્સ વર્ક્સે ભાગ લીધો હતો. હવે મોરારિ બાપુ દરવર્ષે સેક્સ વર્ક્સના 100 જેટલા બાળકોના લગ્ન કરાવશે. એટલું જ કન્યાદાન પણ તેઓ કરશે તેવી જાહેરાત તેમણે યોજાયેલા કાર્યક્રમમાં કરી છે. 

 

Leave a Reply