WhatsApp પર આજથી મોકલી શકાશે પૈસા, આ ફિચર કેવી રીતે કામ કરશે ? જાણી લો…..

www.mrreporter.in
Spread the love

ટેકનોલોજી-મી.રીપોર્ટર, 6ઠ્ઠીનવેમ્બર.

ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં paytm, phone pe, google pay જેવી એપ્લીકેશન દ્વારા કોઈ પણ વ્યક્તિ ને પેમેન્ટ કરાય છે અને સ્વીકારાય છે.  પણ હવે આવી એપ્લીકેશન ને ટક્કર આપવા માટે WhatsApp મેદાનમાં આવ્યું છે.  ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp દ્વારા પેમેન્ટ કરી શકશો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ વ્હોટ્સએપને UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) બેસ્ડ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવાની મંજૂરી આપી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ફેસબુકની તરફથી સતત ભારત સરકારને WhatsApp પે લોન્ચ કરવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે, હવે તેને મંજૂરી મળી ગઈ છે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી. તેમાં કહેવામાં આવ્યું કે, WhatsApp પેમેન્ટ સિસ્ટમ માટે ગો લાઈવને મંજૂરી આપવામાં આવી છે.

તેના અનુસાર, WhatsApp ના પેમેન્ટ મોડેલને લાઈવ કરવાની મંજૂરી તબક્કાવાર આપવામાં આવી છે. એટલે કે, વિવિધ ફેઝમાં તેને લાઈવ કરી શકાશે. શરૂઆતમાં કંપનીને 20 મિલિયન (2 કરોડ) UPI યુઝર બેઝની મંજૂરી મળી છે, પરંતુ બાદમાં ગ્રેડેડ મેનરમાં તેનો વિસ્તાર વધારવામાં આવશે.

ભારતમાં WhatsApp પેમેન્ટ દસ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે. જો તમારા WhatsApp એપમાં પહેલાથી પેમેન્ટનો ઓપ્શન છે તો હવે તેને યુઝ કરી શકો છો. નહીં તો WhatsApp અપડેટ કરીને પેમેન્ટ ઓપ્શન ચેક કરી શકો છો.

WhatsApp (વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, અહીં પેમેન્ટ કરવાનું સિક્યોર હશે અને ટ્રાન્ઝેક્શન માટે UPI પિનની જરૂર પડશે. સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું કે, WhatsApp પેમેન્ટ એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટર્ફોમ પર ઉપલબ્ધ હશે. તેના માટે યુઝર્સ એપ અપડેટ કરી શકે છે.

WhatsApp  પેમેન્ટનો યુઝ કરવા માટે કસ્ટમર્સની પાસે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે જે UPI સપોર્ટ કરે છે. WhatsApp Payment ઓપ્શનમાં જઈને તમે બેંક સિલેક્ટ કરીને ડિટેઈલ્સ ભરીને એક્ટિવેટ કરી શકો છો.

WhatsApp એ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું છે, આજથી દેશમાં WhatsApp યુઝર્સ આ એપથી પેમેન્ટ કરી શકશે. WhatsApp  નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને UPI બેસ્ડ પેમેન્ટ ઈન્ટરફેસ તૈયાર કર્યું છે અને તેમાં ડેટા લોકલાઈઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. WhatsApp પેમેન્ટ સર્વિસ માટે પાંચ મોટી બેંક સાથે કરાક કર્યો છે. તેમાં ICICI Bank, HDFC Bank, Axis Bank, SBI અને JIo Payments Bank સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  WhatsApp થી માત્ર વ્હોટ્સએપમાં જ નહીં પરંતુ WhatsApp થી કોઈપણ UPI સપોર્ટેડ એપથી પૈસા મોકલી શકાય છે. એટલે કે જોઈ કોઈ વ્યક્તિ WhatsApp  પેમેન્ટનો યુઝ નથી કરી રહ્યો તો પણ તમે WhatsApp થી પેમેન્ટ કરી શકશો.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)