કોરોના સામે લડવા હવે “મોલનુપિરાવિર” ટેબ્લેટ : અમેરિકન કંપનીને ક્લિનિકલ ટ્રાયલ્સમાં પોઝિટિવ પરિણામો સાપડયા

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મી.રિપોર્ટર, ૨૩મી એપ્રિલ.

વિશ્વમાં કોરોના નો આતંક શમ્યો નથી. જોકે વિશ્વમાં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાંથી કોરોના એ વિદાય લીધી છે. બંન્ને દેશોએ પોતાની જાતને કોરોના ફ્રી જાહેર કર્યા છે. પરંતુ હજુ પણ વિશ્વના ૯૫ ટકા દેશોમાં કોરોના નો વત્તા ઓછા પ્રમાણમાં કોરોના નો કહેર જારી છે. ભારતમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. દેશમાં હાલમાં ૩.૫ લાખ થી વધુ કેસ નોધાયા છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

કોરોનાની મહામારી વચ્ચે હવે વિશ્વના અનેક દેશો એ કોરોના ને માત આપવા માટે વેક્સીન બનાવવાનું શરુ કર્યું છે. જેમાં ભારતની સ્વદેશી બે રસી ઉપરાંત અન્ય દેશોમાં પણ રસીનું નિર્માણ કરાયું છે.  જેમાં અમેરિકા, રશિયા વગેરે સામેલ છે. જેમાં જોહન્સન એન્ડ જોહન્સન સિવાય મોટા ભાગની રસી ઈન્જેક્શન દ્વારા લઈ શકાય એવી છે. જ્યારે જોહન્સન એન્ડ જોહન્સનની રસી નાકમાં સ્પ્રે દ્વારા લેવાની રહેશે, જેની હજુ ટ્રાયલ ચાલી રહી છે અને બજારમાં આવી નથી. એવામાં અન્ય એક રાહતના સમાચાર એ છે કે અમેરિકાની બે કંપની મળીને ટેબ્લેટ સ્વરૂપે કોવિડ-19નો ખાતમો કરવાની કોશિશ કરી રહી છે. આ બંને કંપનીઓ છે- રિજબેક બાયોથેરાપ્યુટિક અને મર્ક.

રિજબેક બાયોથેરાપ્યુટિક્સના ચીફ મેડિકલ ઓફિસર ડો. વેન્ડી પેન્ટરે કહ્યું હતું, “અમને ટેબ્લેટ મોલનુપિરાવિર સ્વરૂપની આ એન્ટી-વાઇરલ ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પ્રારંભિક પોઝિટિવ પરિણામોથી ખુશી છે. આ ટેબ્લેટ વાયરસને ફેલાતાં અટકાવી શકશે. જોકે હજુ આ દિશામાં ઘણું કામ અને અભ્યાસ બાકી છે.” ડો. વેન્ડી પેન્ટરના કહેવા પ્રમાણે, આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં કોવિડ-19નો તોડ કાઢવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આ ટેબ્લેટ કદાચ આશીર્વાદરૂપ બની રહેશે. આ દવાનું માનવો પર પરીક્ષણ આગળના સમયમાં થશે, જેના પછી એ કેટલી વાસ્તવમાં અસરકારક અને સુરક્ષિત છે એ નક્કી થઈ શકશે.

ડો. જિલ રોબર્ટ્સના કહેવા પ્રમાણે, જે લોકો રસી માટે ઈન્જેક્શન લેવા માગતાં નથી અને જ્યાં રસી ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યાં લોકોને આ ટેબ્લેટ મોલનુપિરાવિરથી રાહત મળી શકશે. બીજી સારી વાત એ છે કે આ ટેબ્લેટ વાયરસને શરીરમાં પોતાની પ્રતિકૃતિઓ એટલે કે રેપ્લિકેશન કરતાં અટકાવે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.