રામમંદિર મુદ્દે 2019ના પ્રથમ ઈન્ટરવ્યૂમાં મોદીએ આપ્યું મોટું નિવેદન…વાંચો ?

www.mrreporter.in

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૧લી જાન્યુઆરી.

દેશમાં રામ મંદિરને લઈને અદાલતની કાર્યવાહીમાં જે પ્રકારે મોડું થતું જોવા મળી રહ્યું છે તે મુદ્દે પીએમ મોદીએ આજે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં  જણાવ્યું હતું કે, કોંગ્રેસના વકીલ સુપ્રીમ કોર્ટમાં સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે, જેના કારણે રામ મંદિરના મુદ્દાની સુનાવણીની પ્રક્રિયા ધીમી થઈ ગઈ છે.

બીજેપી માટે આજે પણ રામ મંદિરનો મુદ્દો  ઘણો જ લાગણીશીલ છે  તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા ઘોષણાપત્રમાં કહ્યું હતું કે આ મુદ્દાનું સમાધાન સંવૈધાનિકરીતે કરવામાં આવશે. ભાજપાએ લોકસભા ચૂંટણી દરમિયાન તેમના ઘોષણાપત્રમાં કહ્યું હતું કે તેઓ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવા માગે છે.

રામમંદિરના મુદ્દે બીજેપી પાર્ટીને કેટલાક નેતા અને આરએસએસ દ્વારા વારંવાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રામમંદિર નિર્માણ માટેનો રસ્તો જલદી જ સાફ થવો જોઈએ. કુળ તેની સહયોગી પાર્ટી શિવસેનાએ પણ રામમંદિરના મુદ્દે વટહુકમની માગ કરી છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ જવા દો, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર તરીકે જે કોઈપણ જવાબદારી હશે, તેના માટે અમે તૈયાર છીએ.

Leave a Reply