દિલ્હી, ૭મી નવેમ્બર. 

દિવાળીના પર્વ પર ઉત્તરાખંડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ચીન સરહદ- હર્ષિલ બોર્ડર જઈ આઈટીબીપીના સૈનિકોને મીઠાઈ ખવડાવી શુભકામના પાઠવી અને ઉપહાર આપ્યા હતા.   હર્ષિલમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવળી કર્યા બાદ પવિત્ર યાત્રાધામ કેદારનાથ પહોંચ્યાં હતાં. જ્યાં અડધો કિલોમીટર ચાલીને PM મોદીએ કર્યા બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેઓ ત્રીજીવાર કેદારનાથમાં બાબાના દર્શન માટે પહોંચ્યા છે.

મોદીએ અહીં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએએ ગત વર્ષની જેમ જ  રૂદ્રાભિષેક રૂદ્રાભિષેક કર્યો હતો. તેમને કુદરતી હોનારત અને  ત્યાર બાદની સ્થિતિને દર્શાવતી પ્રદર્શનીની પણ મુલાકાત લીધી હતી.

ઈઝરાઈલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ તરફથી મળેલી દિવાળીની શુભકામનાઓનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, દર વર્ષે તેઓ સરહદે જાય છે અને બહાદુર જવાનો સાથે દિવાળી ઉજવે છે. 

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: