મોદી સરકાર, પુત્રી ના લગ્ન માટે 40 હજાર રૂપિયા આપી રહી છે, ખરેખર શું છે સચ્ચાઈ ?

www.mrreporter.in
Spread the love

વડોદરા- મી.રીપોર્ટર, ૧૯મી જાન્યુઆરી.

દેશમાં કોરોના સામે જંગ લડવા માટે હવે કોરોના ની રસી આવી ગઈ છે. કોરોના ની રસી  લગાવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ દીકરીના લગ્ન માટે સરકાર 40 હજાર રૂપિયા આપી રહી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ મેસેજ યૂ-ટ્યુબના એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયા પર ઝડપી ગતિએ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એવું જણાવાયું છે કે સરકાર તરફથી દીકરીના લગ્ન માટે રૂપિયા મળે છે. આ વિડીયોમાં રૂપિયા 20 હજાર, 30 હજાર અને 40 હજાર રૂપિયાની સ્કીમ વિશે જણાવાયું છે કે જેને પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના નામ આપવામાં આવ્યું છે.

બીજીબાજુ આ વિડીયો વિશે ફેક્ટ ચેક કરતા તે ખોટો હોવાનું PIB એટલે કે Press Information Bureauએ જણાવ્યું છે. PIBએ કહ્યું કે આ પ્રકારની કોઈ યોજના નથી. આ વિડીયો ગત વર્ષે યૂ-ટ્યુબ પર અપલોડ કરાયો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દીકરીના લગ્ન માટે રૂપિયા 40 હજાર મળતા હોવાનો ફરી રહેલો મેસેજ ખોટો છે. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.