મોદીએ બિઝનેસમેન મિત્રોનું 3 લાખ કરોડથી વધુનું દેવું માફ કર્યું, ખેડૂતો સાથે અન્યાય : રાહુલ ગાંધીના પ્રહાર

Spread the love

છત્તીસગઢ, ૯મી નવેમ્બર. 

દેશના વડાપ્રધાન મોદીએ પોતાનાં કેટલાંક બિઝનેસમેન મિત્રોનું 3 લાખ કરોડથી વધુ નું દેવું માફ કર્યું,  પરંતુ ખેડૂતો માટે કશું જ કર્યું નથી એમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે છત્તીસગઢના કાંકેરમાં રેલીને  સંબોધિત  કરીને વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યાં હતા. 

રાહુલે ખાસ કરીને નોટબંધી પર મોદીને ઘેરીને આક્ષેપ કર્યાં કે,  નોટબંધએ  દેશના લોકોને લાઈનમાં ઊભા રાખ્યાં. તેનાથી માત્ર ચોકીદારના મિત્રોનું જ ભલું થયું અન્ય કોઈનું નહીં. નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસીને  દેશના પૈસા લઈને જવામાં મદદ કરી છે. વિજય માલ્યા દેશ છોડતાં પહેલાં નાણા મંત્રી અરૂણ જેટલીને મળીને ગયો હતો.

રાફેલ ડીલને લઈને પણ નિશાન સાધતાં જણાવ્યું હતું કે,   મોદી સરકારે HAL પાસેથી કોન્ટ્રાક્ટ ઝુંટવીને અનિલ અંબાણીની કંપનીને આપ્યો છે.  મોદી સરકારે 526 કરોડના હવાઈ જહાજ, 1600 કરોડ રૂપિયા ખરીદ્યા. જ્યારે કે અનિલ અંબાણીએ પૂરાં જીવનમાં ક્યારેય હવાઈ જહાજ નથી બનાવ્યાં અને HAL 70 વર્ષથી આ જ બનાવી રહ્યાં છે.