રાજકોટ, ૧૫મી ડિસેમ્બર

પ્રેમજાળમાં  તરુણવયની છોકરીઓને યેનકેન પ્રકારે ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના બનાવો શહેરમાં વધી રહ્યાં છે. વધુ એક બનાવમાં કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી તરુણી સાથે શારીરિક સંબંધ બાંધનાર પાડોશી યુવાને મોબાઇલમાં અશ્લીલ ફોટોગ્રાફ્સ પાડીને બદનામ કરી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસે હવસખોર પાડોશી યુવાનની ધરપકડ કરી તબીબી પરીક્ષણ કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

કુવાડવા રોડ પોલીસ  સમક્ષ  ભોગ બનનાર તરુણીએ પાડોશી યુવાન અરવિંદ વાલાણી સામે નોંધાવેલી ફરિયાદમાં, અરવિંદ ઘરે અવારનવાર આવતો જતો હતો. જેમાં પાંચ મહિના પહેલા એકલતાનો લાભ લઇ બળજબરીથી શારીરિક સબંધ બાધ્યો હતો.તે સમયે અરવિંદે તેના મોબાઇલ દ્વારા સેલ્ફી અને ફોટા પાડ્યા હતા.ત્યાર બાદ અરવિંદે મોબાઇલમાં પાડેલા ફોટા બધાને બતાવી બદનામ કરી દેવાની ધમકી આપી તરુણીના ઘરમાં અને પોતાના ઘરે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો.દરમિયાન પાંચ દિવસ પહેલા અરવિંદે લગ્નની લાલચ આપી મોડી રાતે ઘરેથી ભગાડી ગયો હતો. નવાગામ દેવનગર ઢોળા નજીક અવાવરું જગ્યાએ દુષ્કર્મ ગુજારીને  અરવિંદ તરુણીને તરછોડી જતો રહ્યો હતો.

આ  બનાવ અંગેની પરિવારજનોને જાણ થતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. કુવાડવા રોડ પોલીસે તરુણીની ફરિયાદ પરથી અરવિંદ સામે ગુનો નોંધી તરુણીનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. બીજી તરફ પોલીસે તરુણીને હવસનો શિકાર બનાવનાર અરવિંદને પણ ઝડપી લઇ ધરપકડ કરી છે અને તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: