રાત્રે Mobile Phone નો યુઝ, પુરૂષો ને પિતા બનાવામાં મૂશ્કેલી સર્જે છે, વાંચો કેમ ?

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મી.રીપોર્ટર, ૨૭મી જાન્યુઆરી.

દરેકના જીવનમાં સ્માર્ટફોન મહત્વનો ભાગ બની ગયો છે. આજના યુગમાં સ્માર્ટફોન વગર મોટાભાગના યુવાનોને ચાલતું નથી. યુવાનો જ નહિ પણ મોટી ઉમરના પુરુષો અને સ્ત્રીઓ પણ મોડીરાત સુધી મોબાઈલ ફોન પર ચેટ, વિડીયો ગેમિંગ અને  સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહે છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

દિવસમાં સતત મોબાઈલ ફોન પર કે લેપટોપ પર સતત વ્યસ્ત રહેવાને લીધે ઘણા યુવાનો પર અવળી અસરો પાડવા લાગી છે. ઘણા યુવાનો મનોરોગી બની ગયા છે. જયારે પુરૂષોના સ્વાસ્થ્ય (Male Infertility) પર ખરાબ અસર પાડે છે. આ વાતનો ખુલાસો એક અભ્યાસમાં (Study) થયો છે.

તાજેતરમાં જ અમેરિકાની વર્ચ્યુઅલ સ્લીપ મેગેઝીનમાં છપાયેલા રિપોર્ટ અનુસાર,  મોબાઈલ ફોન  અને લેપટોપમાંથી નીકળતી બ્લૂ લાઈટ (Blue Light) પુરૂષોના સ્પર્મ (Sperm) ક્વોલિટી પર ખરાબ અસર પાડે છે. તેના કારણે સ્પર્મ ક્વોલિટી (Sperm Quality) ખરાબ થઈ જાય છે. તેની સીધી ખરાબ અસર પુરુષોના  પ્રજનન ક્ષમતા (Male Infertility) પર પડે છે. 

આ સ્ટડીમાં સંશોધનકર્તાઓએ 119 પુરૂષોના સ્પર્મના નમૂના લીધા હતા. આ તમામ પુરૂષોની ઉંમર 21 થી 59 વર્ષ વચ્ચે હતી. આ તમામ લોકો ફર્ટિલિટી ઈવેલ્યુએશનમાંથી (Fertility Evaluation) પસાર થઈ રહ્યા હતા.  સંશોધનકર્તાઓએ જોયું કે, સાંજે અને રાતે ફોન  અને લેપટોપમાંથી  નીકળતી બ્લૂ લાઈટ અને ખરાબ સ્પર્મ ક્વોલિટી વચ્ચે સંબંધ છે.  સ્ટડી અનુસાર, જે પુરૂષો મોડી રાત સુધી ફોન (Phone) અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો (Electronic Gadgets) ઉપયોગ કરે છે તે પુરૂષોમાં ઇન્ફર્ટિલ્ટીનો (Infertility) દર વધી જાય છે. ત્યારે જે પુરૂષો સમયસર સુઈ જાય છે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે છે, તેમના સ્પર્મની (Sperm) ક્વોલિટી સારી હોય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના (WHO) અનુસાર ભારતમાં 23 ટકા પુરૂષો ઇન્ફર્ટિલિટીથી પરેશાન છે તેવું સામે આવ્યું છે.  તેમના અનુસાર મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિએશનથી  ડીએનએને (DNA) નુકસાન પહોંચે છે અને કોષો રિકવરી થવાની ક્ષમતા ધીરે ધીરે ગુમાવે છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.