વડોદરાના MLA મનીષા વકીલે હોસ્પિટલ અને સાધનો માટે રૂપિયા 20 લાખ નું દાન કર્યું….વાંચો…

MLA Manisha vakil
Spread the love

વડોદરા- મિ.રિપોર્ટર, ૨૭મી માર્ચ.

ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયેલો છે. ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં ૪૩ જેટલા કેસો નોધાયા છે. જયારે કોરોના વાએર્સની મહામારીમાં ૩ જણા ના મોત થયા છે. હાલમાં દેશમાં લોક ડાઉન સ્થિતિ છે, હોસ્પિટલ માં પૂરતા બેડ, આધુનિક સાધનો તેમજ લેબ માટે પૂરતા ફંડ ની આવશ્યકતા છે. ગુજરાત સરકારે 21 માર્ચે રાજ્યના 4 શહેરોમાં 2200 બેડની સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી .

જેમાં અમદાવાદમાં સૌથી મોટી 1200 બેડની હોસ્પિટલ ઉપરાંત સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે.  જેમાં વડોદરાની હોસ્પિટલ અને તેના માટે આધુનિક સાધનો, લેબ ના સાધનો માટે વડોદરા શહેરના MLA શ્રીમતી મનીષા વકીલે પોતાના MLA ના ગ્રાન્ટ માંથી રૂપિયા 20 લાખની દાન કર્યું છે.  તેમણે આ દાનના સંદર્ભમાં વડોદરા જીલ્લા કલેકટર શ્રીમતી શાલીની અગ્રવાલને પત્ર લખીને જાણ કરી છે. મનીષા વકીલે મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ના દર્શકો અને વડોદરાના વાંચકો માટે એક સંદેશો  વિડીયો પાઠવ્યો છે. તેમણે વડોદરાની જનતાને અપીલ કરી છે. તેમણે વધુ શું કહ્યું, તે સંભાળવા માટે વિડીયો જુઓ…..

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)