મિ.રિપોર્ટર, ૨૬મી નવેમ્બર.

ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પોતાના સંસ્કાર અને શબ્દોની મર્યાદા ઓળંગીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી છે. એક જનપ્રતિનિધિ તરીકે જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ” નાલાયક બેટા” કહીને વાંધાજનક ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે. જિગ્નેશ મેવાણીના નિવેદનનો ભાજપ સહિતના અન્ય પક્ષના નેતાઓએ વખોડી કાઢ્યું છે.

દલિત નેતા અને ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરેલા ટ્વિટ થી વિવાદ સર્જાયો છે. મેવાણીએ ટ્વિટ કરીને કહ્યું, ‘કૃપયા માહિતી આપો કે બુધ્ધગયા ની આજુબાજુમાં કોઈ કોરી શિલાલેખ છે શું? જ્યાં કન્હૈયા કુમારે કીધેલી એક વાત લખવાનું મન થાય છે કે, પ્રધાનમંત્રી એક નાલાયક પુત્ર છે, કારણ કે નોટબાંધીને જસ્ટિફાઈ કરવા માટે 90 વર્ષ ની માતાજી જી લાઈનમાં ઉભા, છી છી છી .. ‘

એટલું જ નહિ વધુ કે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદી પર વધુ એક પ્રહાર કર્યો હતો. જેમાં તેણે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ગાંધીની ચશ્મા પહેર્યા, સરદાર સાહેબનું સ્ટેચ્યુ લગાવ્યું છે, સુભાષ બાબુ ની  ટોપી પણ પહેરી,  લગે હાથ ભગતસિંહની જેમ ફાંસી પણ લગાવી દે તો, કેવું રહે ? – વૉટ્સ ઍપ યુનિવર્સિટી … ‘

જિગ્નેશ મેવાણીના આ બંને  ટ્વિટ થી વિવાદ સર્જાયો છે. 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: