દેશ અને યુપીમાં લઘુમતીઓ સલામત નથી, ભયમાં જીવે છે. ધર્મ ને મુસ્લિમ મુદ્દાઓ દ્વારા bjp સત્તા મેળવી છે : અબુ આઝમી

Spread the love

મિ.રિપોર્ટર, ૧૭મી નવેમ્બર. 

યુપી અને અન્ય રાજ્યોમાં લઘુમતીઓ સલામત નથી. લઘુમતીઓ ભયમાં જીવે છે. હાલની સરકાર મત, રાજકારણ, ધર્મ અને મુસ્લિમ મુદ્દાઓને લઈને ફરીથી સત્તા મેળવવા માંગે છે. યુપીમાં કાયદા જેવું કશું જ નથી. ત્યાં વીએચપી અને અન્ય સંગઠનોનું રાજ ચાલે છે. તેઓ તેમના હાથમાં કાયદો લઈ રહ્યા છે અને કોઈ પણ નિયમો અને બંધારણનું પાલન કરતું નથી. હાલત ખરાબ છે એમ વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરતાં મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા અબુ આઝમીએ અત્રે જણાવ્યું હતું. 

શહેરના નામ બદલવાના ચાલી રહેલા કાર્યક્રમ અંગે અબુ આઝમીએ જણાવ્યું હતું કે, નામ બદલવું  એક ફેશન છે. યુવાનોને રોજગારી જેવી ઘણી સમસ્યાઓ છે. પેટ્રોલ અને અન્ય આવશ્યક કોમોડિટીઝની વધતી જતી કિંમતો પર કાબુ મેળવીને કિમતો ઘટાડવાને બદલે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરીને શહેરોના નામ બદલવાની તરફ ધ્યાન આપી રહી છે. જો નામમાં ફેરફાર લોકોમાં વિકાસ લાવે તો તે સારું છે. સરકાર મુસ્લિમ નામો ધરાવતા શહેરોના નામ બદલી રહી છે. તે બે કોમ  વચ્ચેના અંતરનું  ઉભું કરવાનો ઇરાદો બતાવે છે. 

કેન્દ્ર સરકાર અને મોદી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે,  સરકાર લોકશાહીને મારી નાખવા માંગે છે.  દરેકને  વાણી સ્વતંત્રતા મળેલી છે. જો કોઈ મોદી કે ભાજપ વિષે બોલે તો દેશદ્રોહી ગણાય છે. જયારે મોદી અને ભાજપને સમર્થન આપનારા લોકો દેશભક્ત છે.

મરાઠા આરક્ષણ પર બોલતાં અબુ આઝમીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર મરાઠી લોકોને ખુશ કરવા માંગે છે.  એટલે જ આરક્ષણ આપવાની વાત કરે છે. આરક્ષણ  આપવા સામે વાંધો નથી. પરંતુ ઓછામાં ઓછા તેઓ મુસ્લિમોના આરક્ષણને ધ્યાનમાં લે તે જરૂરી છે. આ મુદ્દો પણ ઘણા સમયથી પડી રહ્યો છે. 

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપીએના જોડાણ અંગે કહ્યું હતું કે, અમે બીએસપી સાથે જોડાણ ધરાવીએ છીએ.  મહાગઠબંધન અનેક ચુનોતી આપશે. આ જોડાણના પગલે ભાજપ ત્યાં 60 બેઠકો ગુમાવશે. અન્ય રાજ્યોમાં તેઓએ જોડાણ માટે કોંગ્રેસનો સંપર્ક કર્યો હતો,  પરંતુ તેઓ તૈયાર નથી. ગુજરાતમાં પણ તેઓ વિચારે છે, પણ કોંગ્રેસને અમારી સાથે આવવાથી હિન્દુ મત બેંક ગુમાવવાનો ડર છે.