રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયા , સોશિયલ મીડીયામાં પોસ્ટ મૂકી

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર- અમદાવાદ,  3જી  એપ્રિલ 

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહયો છે. આજે જ રાજ્યમાં 2815 જેટલા કોરોના ના રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે. એમાંય વડોદરા, અમદાવાદ,  સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી  પ્રદિપસિંહ જાડેજાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. ગૃહમંત્રીને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો હતો. જે બાદ આ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજ્યના ગૃહમંત્રી  પ્રદિપસિંહ જાડેજા એ પોતાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક Tweet કરીને જણાવ્યું છે કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી સૌને આગ્રહભરી વિનંતી છે કે, હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,  પ્રદીપ સિંહ જાડેજાને કોરોના થયાં બાદ તેમની ઓફિસમાં પણ સંક્રમણ ફેલાયુ હોવાની વિગતો  ચર્ચાઈ રહી છે.