મિ.રિપોર્ટર, ૨૪મી નવેમ્બર.

વડોદરા સેવાસીના ખાનપુર પાસે લક્ઝુરીયસ કારમાં આગ લાગતા બળીને ભડથું  થઇ ગયેલા બિલ્ડર મિહિર પંચાલના પોસ્ટમોર્ટમ રજિસ્ટરમાં તેનું નામ જ ન હોવાનું બહાર અાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મિહિર પંચાલના  પીએમની તારીખ, સમય, પોલીસ સ્ટેશનનું નામ, કારણ અને ડોક્ટરના નામો છે. પરંતુ તેમનું  નામ, ઉંમર કે જાતિનો ઉલ્લેખ નથી.

માત્ર મિહિર પંચાલનું જ નામ કેમ નથી તે પ્રશ્ને ઘણા સવાલો ઉભા કર્યા છે. અહીં નીચે તે રજિસ્ટરની ફોટો કોપી રજુ કરી છે.

કોઈપણ વ્યક્તિના આકસ્મિક મૃત્યુ બાદ સરકારી દવાખાનામાં તેનું પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલ ના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ માટે બાજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા,  જ્યાં તારીખ 20 ના રોજ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.  હવે પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં વિશેરા રિપોર્ટ કરવાની વાત સામે આવતા ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા નથી, ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને લઇને નવા સવાલો ઉભા થયા છે.  કારણકે  પહેલા ડોક્ટરે ના ચોપડે એટલે કે આરોગ્ય કેન્દ્રના રજીસ્ટરમાં વ્યક્તિના નામની નોંધણી કરવાની હોય છે જે કરી નહોતી, જેથી હવે આ પ્રકરણમાં નવો વિવાદ સર્જાયો છે કે શા માટે ડોક્ટર ખાન દ્વારા મૃતક વ્યક્તિના નામની નોંધણી કરવામાં આવી નહોતી ???  સવાલ એ પણ છે કે શુ ડોક્ટર ખાનને આ નામ નોધવા માટે કોઈએ ના કહ્યું હતું ????શું તેમની પાસે મિહિર પંચાલ ના નામ વિશેની પુરતી માહિતી નહોતી કે ખરેખર તેઓ નામ નોંધવાનું ભૂલી ગયા હતા????   આટલા મોટા હાઈપ્રોફાઈલ કહી શકાય તેવા બિલ્ડરના મૃત્યુ બાદ હજી પણ સાચું કારણ બહાર નથી આવ્યું ત્યારે પહેલા રજીસ્ટરમાં નામ નહિ નોંધવાની આટલી મોટી ભૂલ કેવી રીતે કરી હશે. 

જોકે સમગ્ર મામલે જ્યારે અમે બાજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે ડોક્ટર ખાન પોતે હવે રજા પર ઉતરી ગયા છે. તેમની પેનલ ના બીજા ડો . અલ્પા શાહના મતે,  તેમણે બે દિવસ બાદ મિહિર પંચાલના નામની નોંધણી તો કરી દીધી છે, પણ જે તે સમયે નામ નોંધાવવું જોઈતું હતું કે નહીં નોંધાયા પાછળનું મુખ્ય કારણ શું છે તે હજી પણ બહાર નથી આવ્યું જે ડોક્ટર ખાનના સામે આવ્યા બાદ જ બહાર આવી શકે છે.

 

 

 

 

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: