#MeToo મારા ઘરમાં જ રેપ કરાયો હતો, દુષ્કર્મના આરોપી આલોક નાથ પસ્તાવો જાહેર કરે, હું માફ કરી દઈશ : વિનીતા નંદા

Spread the love

મિ.રિપોર્ટર, ૨૨મી નવેમ્બર. 

અભિનેતા આલોક નાથ, જો તે પોતે કરેલા કાર્યો અંગે જો અફસોસ જાહેર કરે તો તે તેને માફ કરી શકે છે એમ અભિનેતા આલોક નાથ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી રાઈટર-પ્રોડ્યુસર વિનીતા નંદાએ કહ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે,  બુધવારે આલોક વિરૂદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ દાખલ કરાયો હતો.

 આલોકે કંઈક એવું કરી દેખાડવું જોઈએ કે જેથી તેને વિશ્વાસ થઈ જાય કે તે ભવિષ્યમાં કોઈ અન્ય મહિલા સાથે બળજબરી નહીં કરે. તેને ક્યારેય બદલો લેવા માટે આ બધું નથી કર્યું. હું તેને સુધારવા માંગુ છું. તેને અફસોસ થવો જોઈએ, જેનાથી મને લાગે કે ભવિષ્યમાં કોઈ અન્ય મહિલા સાથે બળજબરી નહીં કરે જે રીતે તેને મારી સાથે કર્યું હતું. પરંતુ હાલ હું જે જોવું છું તે સંપૂર્ણ રીતે બેશર્મી છે. જો આ રીતે જ ચાલતું રહ્યું તો હું ન્યાય માટે અદાલત જવામાં પણ સંકોચ નહીં રાખું એમ લેખિકા વિનીતા નંદાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું. 

વિનીતા નંદાએ  ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું, “આ અભિનેતાએ એક વખત મને પોતાના ઘરે પાર્ટીમાં બોલાવી હતી. અમે ગ્રુપની સાથે પાર્ટી કરતા હતા, એટલે આ કંઈ અલગ ન હતું. પાર્ટીમાં મેં જે પીધું તેમાં કંઈક નાંખવામાં આવ્યું હતું. રાત્રે 2 વાગ્યે મને કંઈક અલગ જ અનુભવ થયો અને હું ત્યાંથી નીકળી ગઈ. કોઈએ મને ઘર સુધી છોડવાની વાત ન કરી. હું પગપાળા જ ઘરે જવા માટે નીકળી ગઈ. રસ્તામાં મને તે મળ્યો. તે તેની કારમાં હતો અને મને કારમાં બેસવાનું કહ્યું. તેને કહ્યું કે તે મને ઘરે છોડી દેશે. મેં તેના પર વિશ્વાસ કર્યો અને કારમાં બેસી ગઈ. જે બાદ મને કંઈ ઠીકથી યાદ નથી. મને યાદ છે કે તેને મારા મોમાં જબરદસ્તીથી શરાબ નાંખી અને મને જ્યારે ભાન આવ્યું તો મને ઘણું જ દર્દ થઈ રહ્યું હતું. મારા ઘરમાં જ મારો રેપ કરાયો હતો.”