નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૧૪મી જાન્યુઆરી
પરણિત પુરુષોને હવે પોતાના પાર્ટનર સાથે સેક્સ કરતી વખતે ગર્ભ રહી જશે તેવું ટેન્શન નહિ રહે. પુરુષોને હવે સેક્સ લાઈફ એન્જોય કરવા માટે નસબંધી કે પછી કોન્ડોમની ગરજ નહીં રહે. હવે તેમના માટે માત્ર એક જ ઇન્જેક્શન કોન્ટ્રાસેપ્ટિવનું કામ કરશે. દેશના સાયન્ટિસ્ટએ પુરુષો માટે મેલ કોન્ટ્રાસેપ્ટિવ ગર્ભનિરોધક ઇન્જેક્શન વિકસીત કર્યું છે. જેનું ક્લિનિકલ ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRની આગેવાનીમાં આ ટ્રાયલ પૂર્ણ કરીને તેનો રિપોર્ટ આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવ્યો છે.
ભારતીય વૈજ્ઞાનિકોને મળેલી મહત્વની સફળતા અંગે ICMRના સાયન્ટિસ્ટ ડૉક્ટર આર.એસ શર્માએ કહ્યું કે આ રિવર્સિબલ ઇનબિશન ઓફ સ્પર્મ અંડર ગાઇડેન્સ(RISUG) છે. જે એક પ્રકારે ગર્ભનિરોધક ઇંજેક્શનનું કામ કરે છે. અત્યાર સુધી પુરુષોમાં ગર્ભનિરોધક માટે સર્જરી એક જ ઉપાય હતો, પરંતુ હવે આ ટેક્નોલોજીના કારણે સર્જરીની જરુરિયાત નહીં પડે. હવે આ એક ઇન્જેક્શન પુરુષો માટે ગર્ભનિરોધકનું કામ કરશે. ખાસ વાત તો એ છે કે આ ઇન્જેક્શનનો સફળતા દર 95%થી પણ ઉપર છે. એકવાર આ ઇન્જેક્શન લીધા બાદ 13 વર્ષ સુધી કામ કરે છે.
99 ટકા ગર્ભ રોકવામાં અમને સફળતા મળી છે તેમ જણાવતાં ડૉક્ટર શર્માએ કહ્યું કે, ઇંજેક્શન બાદ નેગેટિવ ચાર્જ થવા લાગે છે અને સ્પર્મ ટુટી જાય છે. જેનાથી ફર્ટિલાઇઝેશન નથી થતું. ડૉક્ટરે કહ્યું કે, પહેલા ઉંદર, પછી સસલા અને ત્યારબાદ અન્ય પ્રાણીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યા બાદ મનુષ્ય પર પણ તેની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી છે. 303 લોકો પર તેના ક્લિનિકલ ટ્રાયલનો ફેઝ વન અને ફેઝ ટૂ પૂરો થઈ ગયો છે. આ પ્રોસિઝરમાં ટોક્સિસિટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં જીનોટોક્સિસિટી અને નેફ્રોટોક્સિસિટી ક્લિયર છે. 97.3 ટકા દવા એક્ટિવ મળી છે અને 99.2 ટકા સુધી ગર્ભધારણ રોકવામાં સફળ થઈ છે.