મેયર હેમાલી બોધાવાલા : દંડ નહીં માસ્ક અપાશે, પોલીસ કમિશનરે કહ્યું- માસ્કનો દંડ તો થશે જ

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ -સુરત, મી.રિપોર્ટર, 27મી માર્ચ. 

રાજકીય ચૂંટણી બાદ સમગ્ર ગુજરાતમાં કોરોના ની બીજી લહેર શરુ થઇ છે, જે પહેલા કરતા પણ વધુ ખતરનાક છે.  એમાંય સુરતમાં તો કોરોના વિસ્ફોટ થયો છે. કોરોના થી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી નહિ પણ આવશ્યક છે. પરંતુ માસ્ક ના નામે લોકો પાસે થી રૂપિયા 1000 નો ફરજિયાત કરવો તે ન્યાય સંગત બાબત નથી તેવું રાજ્યની મોટાભાગના લોકોનું માનવું છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આવામાં સુરતના નવા નિમાયેલા મેયર હેમાલી બોઘાવાલાએ બારોબાર  નિવેદન આપી દીધું કે, માસ્કના દંડમાંથી મુક્તિ અપાઈ છે, હવે સુરત પોલીસ માસ્ક સામે દંડ નહિ વસુલે પણ સામે માસ્ક આપશે. આ નિવેદન ના 24 કલાકમાં જ પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે, માસ્કનો દંડ તો થશે જ.  બંને વિરોધીભાસી નિવેદન ને પગલે સુરતની પ્રજા અવઢવમાં મુકાઈ ગઈ છે. હાલ તો મેયર હેમાલી બોઘાવાલાના માસ્કના દંડમાંથી મુક્તિના નિવેદનની શહેરભરમાં ભારે ટીકા થઇ થઇ રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છેક , સુરતમાં માસ્કને લઈને દંડ ઉઘરાવાતા હોવાથી લોકોને ભારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેને લઇને સ્થાનિક ધારાસભ્ય દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે લોકો માસ્કના દંડ અને લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ સાથે સતત ઘર્ષણમાં આવી રહ્યા છે. ત્યારે કોઈ અન્ય માર્ગ કાઢીને આ ઘર્ષણ ઓછું થાય તેવો પ્રયાસ કરવો ખૂબ જરૂરી છે. સી.આર.પાટીલ દ્વારા લોકોમાં માસ્ક પહેરવાને લઇને વધુ જાગૃતિ આવે અને લોકોને દંડને લઈને વધુ સખ્તાઇ પૂર્વક વસૂલાત ન કરવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.