દિલ્હીના તબ્લિગી જમાતના મૌલાના સાદ નો ઓડિયો વાઈરલ, ડોકટર કહે તો પણ મસ્જિદના છોડો નો આદેશ….સાંભળો…

નવી દિલ્હી- મિ.રિપોર્ટર, ૧લી એપ્રિલ. 

કોરોના વાઈરસના કહેર વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીન -મરકજ ખાતે આવેલી તબ્લિગી જમાત સંસ્થાના ટ્રસ્ટી હજરત મૌલાના સાદે અને તેમની ટીમ ના સભ્યોએ  રવિવારના એક દિવસના જનતા કર્ફ્યું  વચ્ચે પણ  દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારે ટોક્યા હતા છતાં પણ ત્રણ દિવસનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં દેશ- વિદેશ થી તેમના અનુયાયીઓ આવ્યા હતા. 

તબ્લિગી જમાતના  મુખ્યાલય નિઝામુદ્દીન મરકજની બેદરકારીએ આ દેશમાં કોરોના વાયરસના સૌથી મોટા કેરિયર બનાવી દીધા છે. હવે પરિસ્થિતિ એ છે કે છેલ્લે 24 કલાકમાં દેશમાં જે 386 નવા કેસ આવ્યા છે તેમાં 164 તો ફક્ત તબલીગી જમાત સાથે જોડાયેલા લોકોના છે. તબલીગી જમાતના અમીર મૌલાના મોહમ્મદ સાદ કંધલાવી અને અન્ય સાત લોકો વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ પણ દાખલ કરી લીધો છે અને ત્યારથી મૌલાના ફરાર છે.  ફરાર હજરત મૌલાના સાદ ની એક ઓડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ  તેમના અનુયાયીઓને કરોના થી ડરવાની જરૂર નથી, જો ડોકટરો પણ આવીને  કહે તો પણ મસ્જિદ છોડવાની જરૂર નથી. મૌલાના સાદે વધુ શું બોલ્યા, એ સાંભળો આ ઓડિયો ક્લીપમાં…..

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply