માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ, શિવરાજપુર પાસે આવેલા ઝિમી રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયા

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-ગોધરા, ૧લી જુલાઈ

ગુજરાતમાં આપ અને ભાજપ વચ્ચે ચુંટણી પહેલા જ વાકયુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા છે. પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં તેમને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

ભાજપના માતર બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અન્ય લોકો સાથે જુગાર રમતા હતા ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને ત્યાંથી દારૂ પણ મળ્યો હોવાની ચર્ચા છે.

www.mrreporter.in

ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા પકડાતા જ ભાજપમાં ભારે ઘમાસાણ મચી ગયું છે.  આ ઘટનાક્રમ ને લઇ ને પ્રજા વચ્ચે જ જનારા અન્ય કાર્યકર્તાઓ અને નેતાઓ પણ ભારે અવઢવમાં મુકાઈ ગયા છે. આ ઘટના ટોક ઓફ ધી સ્ટેટ બની ગઈ છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.