ક્રાઈમ- મી.રિપોર્ટર, ૭મી એપ્રિલ
લગ્ન એ પવિત્ર બંધન છે. પતિ અને પત્ની બંને આ પવિત્ર બંધનને નિભાવવાની પ્રતિજ્ઞા અગ્નિના ફેરા ફરતી વખતે લે છે. પરંતુ અમદાવાદ ના એક પરણીત યુવાને તમામ મર્યાદા ઓળંગી લીધી છે.
વાત જાણે એમ છે કે, એમબીએ યુવતીએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં પતિ,સાસુ,સસરા સહીત 10 જણા વિરૃદ્ધ ગુરૂવારે રાત્રે ફરિયાદ નોંધાવી છે. જેમાં વાઈફ સ્વેપિંગ(પત્નીની અદલાબદલી) વિરોધ કરતાં પતિ માર મારતો હોવાના આક્ષેપ કર્યા છે. પતિના મિત્રો પણ મહીલાઓની હાજરીમાં બિભત્સ જોક્સ, સેક્સની ચર્ચા કરતા હતા. મનાલી ટૂરમાં પત્નીને કેફીપીણું આપી ટૂંકા વસ્ત્રોમાં અન્ય યુવક સાથે ફોટા પાડી પતિએ ખોટા આક્ષેપો કરી કાઢી મુકી હતી.
સત્તાધાર ચાર રસ્તા પાસે દેવસિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતી સલોનીએ સર્જન ટાવર મેમનગર ખાતે રહેતાં પતિ હર્ષ ઠક્કર, સસરા નુતનભાઈ, સાસુ દિપ્તીબહેન, પતિના મિત્રો અને તેમની પત્ની હાર્દીક અને કિંજલ પ્રજાપતી, વિશાલ અને કેતુ પૂજારા, દર્શીલ શાહ,ફોરમ પીલવાઈકર અને વિધી ભાવસાર વિરૃદ્ધ ફરિયાદ કરી છે.
ફરિયાદ મૂજબ 2015માં હર્ષ સાથે લગ્ન બાદ ખરબ પડી કે પતિ પિૃમની જીવનશૈલી માટે ટેવાયેલો છે. હર્ષ સલોનીને કહેતો, તું એમબીએ થઈ પણ ગામડાની ગમાર છે. હર્ષ અને તેના મિત્રો પત્નીઓની અદલાબદલી કરતા જેનો સલોની વિરોધ કરતી હતી. 6-1-2019ના રોજ મનાલી ટૂરમાં સલોનીએ આ મુદ્દે વિરોધ કરતાં આરોપીઓએ તેણે કેફી પીણું પીવડાવ્યું હતું.
સલોનીને નાઈટી અને ટૂંકા કપડાંમાં પુરૃષો વચ્ચે એક રૃમમાં ગોંધી રાખી હતી. સહપ્રવાસી બંસુલ પટેલ સાથે સલોનીના ટુંકાવસ્ત્રોમાં ફોટા પાડી પતિએ કહ્યું કે, તું અમારી વાત માની લે નહી તો તારા બંસુલ સાથેના ફોટા જાહેર કરી તને બદલચન સાબીત કરીશ અને છૂટાછેડા લઈશ. તારી લાશનો પત્તો પણ નહી લાગે.11-1-2019ના રોજ એરપોર્ટ પર ઉતર્યા બાદ હર્ષે સલોનીના માતા-પિતાને સરપ્રાઈઝ આપવાનું કહી ઘરે બોલાવ્યા હતા.
હર્ષ સહીતના લોકોએ સલોનીના માતા-પિતાને અન્ય રૂમમાં બેસાડી સલોનીને ડરાવી કોરા કાગળોમાં સહી કરાવી હતી. તું બદલચલન છે તેમ કહી ઘરેથી કાઢી મૂકી હતી. વોટસએપ દ્વારા છૂટાછેડાના ડોક્યુમેન્ટ હર્ષે સલોનીની માતાને મોકલ્યા હતા.
જેમાં ખાધાખોરાકી સહીતના હક્ક જતાં કર્યાના બોગસ ડોક્યુમેન્ટ પણ હતા. હર્ષના મિત્રોએ સલોનીના નામથી એક્ વોટસએપ ગ્રૂપ બનાવ્યું તેમાં તેઓ સલોની વિશે બિભત્સ કોમેન્ટ કરી ચર્ચા કરતા હતા. સાસુ,સસરા પણ સલોનીને મોર્ડન બન તારો પતિ કહે તેમ કર તેમ જણાવી ધમકીઓ આપતાં હતા.