વકીલ મંડળ ની ચૂંટણી ની મેનેજિંગ કમિટીની ૧૦ બેઠકો નું પરિણામ જાહેર : રવિરાજ ગાયકવાડે સૌથી વધુ ૮૬૪ મત મેળવ્યાં

Spread the love

બીબીએ ના ઈતિહાસમાં ૮૩૫ વોટ સાથે મેનેજિંગ કમિટીમાં સ્થાન મેળવનાર નિમિષા ધોત્રે બીજા નંબર પર : કો-ઓપ્ટ મેમ્બર તરીકે હિતેશ ગુપ્તા, મંજુરહેક ખોકર અને રાજુ પરમારની નિમણુંક 

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૪મી ડીસેમ્બર. 

વડોદરા વકીલ મંડળની મેનેજિંગ કમિટીની ૧૦ બેઠકો માટે પડેલા મતોની આજે  પુનઃ હાથ ધરાયેલી ગણતરીમાં રવિરાજ ગાયકવાડ ૮૬૪ મત સાથે પ્રથમ નંબરે રહ્યા હતા. બીબીએ ના ઈતિહાસમાં ૮૩૫ વોટ સાથે મેનેજિંગ કમિટીમાં સ્થાન મેળવનાર એડવોકેટ નિમિષા ધોત્રે બીજા નંબર પર રહ્યાં હતાં.વકીલ મંડળના પ્રમુખે કો-ઓપ્ટ મેમ્બર તરીકે હિતેશ ગુપ્તા, મંજુરહેક ખોકર અને રાજુ પરમારની નિમણુંક કરી છે. 

મેનેજિંગ કમિટીની ૧૦ બેઠકો માટે યોજાયેલી ચુંટણીમાં પડેલા મતોની ગણતરીમાં કેટલાક મત ગણવામાં ભૂલ થતા તેનું પરિણામ મુલતવી રાખવામાં આવ્યુ હતું. જોકે આજે ફરીથી હાથ ધરાયેલી મતગણતરી કરવામાં  ૨૨ પૈકી ૧૦ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો. મેનેજિંગ કમિટીમાં પોતાના હરીફને હરાવીને ચુંટાઇ આવેલા સભ્યોના નામ  નીચે મુજબ છે. 

મેનેજિંગ કમિટીની ૧૦ બેઠકો માટે ચુંટાયેલા સભ્યો ?

  • રવિરાજ ગાયકવાડ                    ૮૬૪
  • નિમિષા ધોત્રે                               ૮૩૫
  •  ઘનશ્યામ પટેલ                          ૭૩૨
  • હર્ષદ પરમાર                                ૬૯૫
  • મયંક પંડ્યા                                  ૬૮૧
  • વિરાટ વાઘેલા                             ૬૫૦
  •  જેમ્સ મેકવાન                            ૬૦૭
  • રોમીન ઠક્કર                               ૫૭૮
  • જિતેન્દ્ર પરમાર                            ૫૭૬
  • અલ્પેશ પટેલ                               ૫૩૯ 

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા કોર્ટ કોમ્પલેક્ષમાં યોજાયેલી વકીલ મંડળની સૌ પ્રથમ ચૂંટણીમાં પ્રમુખ પદે હસમુખ ભટ્ટ, ઉપપ્રમુખપદે દિલિપ પટેલ, જનરલ સેક્રેટરી પદે રાજેશ ધોબી, જોઇન્ટ સેક્રેટરી પદે રિતેશ ઠક્કર, લાયબ્રેરી સેક્રેટરી પદે બિરેન શાહનો વિજય થયો હતો.  ટ્રેજરર પદે નેહલ સુતરિયાનો વિજય થયો હતો. જયારે  લેડિઝ રિઝર્વની બે સીટ પર કોમલ કૂકરેજા અને જલ્પા પંચાલનો વિજય થયો છે.