મિ.રિપોર્ટર, ૨જી જાન્યુઆરી.
મુંબઈઃ બોલિવૂડ વર્લ્ડમાં હાલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં અર્જુન કપૂર કરન જોહરના શો ‘કોફી વિથ કરન-6’માં જાહન્વી કપૂર સાથે પહોંચ્યો હતો. આ શો દરમિયાન અર્જુને પોતાની પર્સનલ લાઈફ અંગેના સિક્રેટ્સ જણાવ્યાં હતા. આ દરમિયાન કરને મલાઈકાને શોમાં અર્જુનના આવવા અંગેનો સવાલ કર્યો તો તેણે ઘણા પ્રેમથી જવાબ આપતાં જણાવ્યું હતું કે, અર્જુનનો અંદાજ -‘હોટ એન્ડ હોનેસ્ટ’
મલાઈકા અરોરા, કરન જોહર અને કિરણ ખેર રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ’ને જજ કર્યો હતો. આ શો દરમિયાન કરન જોહર ઘણીવાર વીડિયો શૂટ કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતો હતો. જેમાં એક વીડિયોમાં કરન જોહરે મલાઈકાને પ્રશ્ન કર્યો હતો કે,‘તને અર્જુનનું મારા શોમાં આવવું કેવું લાગ્યું?’ આ સવાલ પર મલાઈકાએ બિન્દાસ્ત જવાબ આપતા જણાવ્યું હતું કે,-‘હોટ અને પ્રામાણિકતાથી ભરપૂર હતો. મને દરેક વસ્તુ ગમી.’
તો બીજીબાજુ કરનના શો દરમિયાન જ્યારે અર્જુનને એક સવાલ કરવામાં આવ્યો કે-‘તને એક સેક્સી આઈટમ નંબર કરવાનું હોય તો તું સાથે કેટરીના કે મલાઈકામાંથી કોની પસંદગી કરે?’ જવાબમાં અર્જુને મલાઈકાનું નામ લીધું અને આવું કરવાનું કારણ પણ જણાવ્યું હતું. અર્જુને કહ્યું કે- દેશમાં છૈયા..છૈયા થકી સૌપ્રથમ આઈટમ સોન્ગનો ટ્રેન્ડ સેટ કરનારી એક્ટ્રેસ મલાઈકા જ છે. તેથી તેણે મલાઈકાનું નામ આઈટમ નંબર માટે લીધુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંને વર્ષ 2019માં લગ્ન કરી શકે છે. તાજેતરમાં જ બંનેએ મુંબઈના લોખંડવાલા કોમ્પલેક્સમાં મળીને એક ઘર લીધું છે. જોકે તેઓ બંને આ ઘરમાં લિવ ઈનમાં સાથે રહેશે કે નહીં તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. મલાઈકા અને અર્જુન તાજેતરમાં જ એક ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા.