મલાઈકા અરોરા બીજી વાર લગ્ન  કરશે : મલાઈકા અરોરા અરબાઝ ખાનને તલાક આપ્યા બાદ અર્જુન કપૂર સાથે લાંબા સમયથી ડેટિંગ કરી રહી છે 

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૨૮મી માર્ચ 

બોલીવુડ હોટ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયના ડેટિંગ બાદ હવે લગ્નગ્રંથિ થી જોડાવા જઈ રહ્યા છે.  બંનેના લગ્નની અટકળો છેલ્લાં કેટલાય સમય થી ચાલી રહી છે. જોકે હવે પાક્કા સમાચાર આવ્યા છે કે, બંને જણા  આગામી મહિને એપ્રિલમાં લગ્ન કરશે.

This slideshow requires JavaScript.

 મલાઈકા અરોરા અરબાઝ ખાનને તલાક આપ્યા બાદ અર્જુન કપૂર સાથે લાંબા સમયથી ડેટિંગ કરી રહી છે. જોકે આ ડેટિંગ વચ્ચે જ બંને જણાએ લગ્ન કરી દીધા તેવી અનેક વખત અફવાઓ પણ ઉઠવા પામી હતી. જેની સામે  મલાઈકા અરોરાએ ખુલાસા પણ આપવા પડ્યા હતા. પણ હવે તેમના નજીકના મિત્રોએ પણ બંનેને લગ્ન કરી લેવાની સલાહ આપતાં  બંને જણાએ ફાઈનલી લગ્નગ્રંથી થી જોડાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ બંને જણા અર્જુન અને મલાઈકા એકબીજાને 19 એપ્રિલના રોજ પતિ અને પત્ની તરીકે સ્વીકારશે. આ લગ્ન ખ્રિસ્તી રિવાજમાંથી થશે. બંનેએ આ લગ્ન માટે ઓછામાં ઓછા લોકોને આમંત્રણ મોકલ્યું છે. કેટલાક ગાઢ મિત્રો આ લગ્નમાં સામેલ થશે. આ લગ્નમાં, આમંત્રણ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરિના કપૂર ખાન અને કરિશ્મા કપૂરને મોકલવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા બીજી વાર લગ્ન કરવા જઈ રહી છે. અગાઉ, મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે બંને વચ્ચે મતભેદ સર્જાતા તલાક લીધા હતા. બંનેને  અરહાન નામનો એક પુત્ર છે. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: