અમદાવાદમાં IT ના મોટા દરોડા : બિલ્ડર બી-સફલ ગ્રુપ અને અગ્રવાલ જૂથ સહીત 22 જગ્યાએ દરોડા

www.mrreporter.in

બિઝનેશ-અમદાવાદ, મી.રિપોર્ટર, 28મી સપ્ટેમ્બર.

લાંબા સમયના વિરામ બાદ ઈન્ક્મટેક્સ વિભાવ એક્શનમાં આવ્યું છે. ઈન્કમટેક્સ વિભાગે આજે અમદાવાદ શહેરમાં બી- સફલ પર દરોડા પાડ્યા છે. નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ તથા અગ્રવાલ જૂથની ચારથી વધુ કંપની ધરાવતા સંજય અગ્રવાલ અને ચીમન અગ્રવાલને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. આ  ઉપરાંત શહેરમાં નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે.  બંને મોટા બિલ્ડર ગ્રુપ સહીત કુલ 22 સ્થળો પર દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

વહેલી સવાર થી જ આઇટી ના ઉચ્ચ અધિકારીઓની ટીમે શહેરમાં બે મોટા બિલ્ડરો રાજેશ બ્રહ્મભટ્ટ અને અગ્રવાલ જૂથ તથા જાણિતા બ્રોકરોને ત્યાં તપાસ શરૂ કરી છે. અધિકારીઓ વિવિધ દસ્તાવેજો ચકાસી રહ્યાં હોવાની જાણકારી મળી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે ગત આઠમી સપ્ટેમ્બરે બિલ્ડર, સમભાવ મીડિયા ગ્રૂપના પ્રોપરાઇટરો તેમ જ જાણીતા બ્રોકર દીપક અજિતકુમાર ઠક્કર અને યોગેશ કનૈયાલાલ પૂજારાનાં ઘર અને ઓફિસો પર દરોડો પાડ્યો હતો, જેમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ડાયરીઓ અને હિસાબી દસ્તાવેજો ઉપરાંત કમ્પ્યુટર, લેપટોપ, પેન ડ્રાઇવ વગેરે માહિતી મોટા પ્રમાણમાં મળી આવી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply