પિતાના અવસાન બાદ નાસીપાસ થયેલી મહેક રાઠવા એ ધો.૧૦ માં 99.90 પર્સેન્ટાઇલ મેળવ્યા

Spread the love

વડોદરા-એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૨૧મી મે. 

પિતાના અવસાન બાદ હિંમત હારેલી ગયેલી અને નાસીપાસ બાદ થયેલી વડોદરાની મહેક રાઠવાએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10ની પરીક્ષાના જાહેર  થયેલા પરિણામમાં 99.90 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. 

મહેક રાઠવાએ જણાવ્યું હતું કે, 5 વર્ષ પૂર્વે પિતાનું અવસાન થતાં હું નાસીપાસ થઇ ગઇ હતી. કોર્પોરેશનના આરોગ્ય શાખામાં સ્ટાફ નર્સ તરીકે બજાવતી મારી મમ્મી મંજુલાબહેને મને અને મારી બહેનને હિંમત ન હારવા જણાવ્યું હતું. અને કહ્યું હતું કે, તમારા અભ્યાસમાં ઉણી આંચ આવવા દઇશ નહીં. બસ માતાએ આપેલી હૂંફના કારણે જ હું 99.90 પર્સન્ટાઇલ લાવી છું. મારી સફળતા મારી મમ્મીના ચરણોમાં અર્પણ કરું છું. હું ઉચ્ચ અભ્યાસ કરીને મારી મમ્મી અને મારા સ્વર્ગીય પિતાની ઇચ્છા પૂરી કરીશ.