વૈષ્ણવ જન તો તેને કહીએ…ભજન ગાયા બાદ મહાત્મા ગાંધીજીથી પ્રભાવિત થયો : ઓમાનના ગાયક હૈતમ રફી

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ઓમાનના ગાયક હૈતમ રફી વૈષ્ણવજન તો…ભજન પ્રસ્તુત કરશે

મિ.રિપોર્ટર, ૪થી જાન્યુઆરી. 

મેં સંગીતની કોઇ તાલિમ લીધી નથી. જે વ્યક્તિઓમાં ટેલેન્ટ હોય છે. તે વ્યક્તિ આગળ વધવા માટે સતત પ્રયત્ન કરે તો તેની મંજીલ સુધી પહોંચી શકે છે. હું સતત પ્રયત્ન અને પ્રેક્ટીસ કરીને જ આગળ આવ્યો છું. મને વૈષ્ણવ જન તો એને કહીયે..ભજનનો અર્થ ખબર નથી. પરંતુ, આ ભજન કર્ણપ્રિય લાગતા યુ-ટ્યૂબ ઉપર સાંભળીને ગાતા શિખ્યો છું એમ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ…ગાનાર ઓમાનના જાણીતા ગાયક હૈતમ રફી અત્રે વડોદરામાં આયોજીત મ્યુઝિકલ નાઇટ પૂર્વે જણાવ્યું હતું. 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓમાનના જાણીતા ગાયક હૈતમ રફીએ ગયેલા ” વૈષ્ણવ જન તો તેને કહીએ ” એ ભજન-ગીતના ભારોભાર વખાણ કર્યા છે અને તે અંગેની પોસ્ટ પણ સોશીયલ મીડિયા પર શેર કરી હતી. વડોદરામાં એક મ્યુઝિકલ નાઇટ અને મેરોથોનમાં ભાગ લેવા આવેલા ગાયક હૈતમ રફી જણાવ્યું હતું કે, ભારતમાં અનેક વખત આવી ચુક્યો છુ. પણ પ્રથમ વખત જ  ગુજરાત અને વડોદરામાં આવ્યો છુ.  હું  વૈષ્ણવ જન તો તેને કહીએ…ભજન ગાયા બાદ  મહાત્મા ગાંધીજીથી પ્રભાવિત થયો છુ.  ગુજરાતમાં આવ્યો હોવાથી મારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં જવાની ઇચ્છા હતી. પરંતુ સમયના અભાવને કારણે હવે સાબરમતી આશ્રમની મુલાકાત લઇશ. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લઈશ. 

હું સંગીતના ગુરૂની શોધમાં મુંબઇ આવ્યો હતો એમ  જાણીતા ગાયક હૈતમ રફીએ જણાવતાં ઉમેર્યું  હતું કે, મેં દિલ હૈ હિંદુસ્તાની ટેલેન્ટ શોમાં ભાગ લીધો છે.  હું બોલિવુડમાં ઓર્બિડ અંદાજમાં ગીતો ગાવા માંગુ છું. જાણીતા ગાયક મહંમદ રફી મારા પ્રિય ગાયક છે. જગજીત સિંગ, મહેંદી હસન, નૂસરત ફતેહ અલી ખાનની ગઝલો મને ગમે છે. રવિવારે ફરમાઇસ મ્યુઝિકલ ક્લબ દ્વારા હૈતમ રફીની મ્યુઝીકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. ક્લબના અગ્રણી રાકેશ શાહ, ખાલીદ અહેમદે ક્લબની માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,  પર્સનલ બેન્કર્સનું કામ છોડીને જાણીતા ગાયક તરીકે નામના મેળવનાર હૈતમ રફી રવિવારે યોજાનાર મેરેથોનમાં પણ વૈષ્ણવ જન..ભજનની પ્રસ્તુતી કરશે. બોલિવુડના જાણીતા સંગીતકાર એ.આર.રહેમાનના આસિસન્ટન્ટની અપકમિંગ ફિલ્મ ડેવિલ્સ ડોટરમાં પ્રથમ વખત હૈતમ રફી ગીત ગાશે. અત્યાર સુધીમાં હૈતમે ગુજરાતી સહિત 10 ભાષામાં ગીતો ગાયા છે.