મહાશિવરાત્રિ સોમનાથ LIVE : સોમનાથ જ્યોતિર્લિંગના લાઇવ દર્શન માટે અહીં ક્લિક કરો

www.mrreporter.in
Spread the love

શિવરાત્રિએ ભાવિકો માટે સોમનાથ મંદિરનાં દ્વાર સળંગ 42 કલાક ખુલ્‍લાં રહેશે

એસ્ટ્રો ગુરુ-સોમનાથ,મી.રિપોર્ટર, 11મી માર્ચ.

દેશમાં 11મી  માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે અંગારકયોગ બની રહ્યો છે. આ અંગારકયોગમાં સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે થી દેવો ના દેવ મહાદેવ ભગવાન શિવના લાઇવ દર્શન નિહાળો. મિ. રિપોર્ટર ન્યુઝ પોર્ટલના Fb page તથા નીચે આપેલ youtube ની લિંક દ્વારા ઘરેબેઠાં લાઇવ દર્શન નિહાળો અને પૂજા કરો.

https://fb.watch/49AHxM9NoV/

મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ. આજે મહાશિવરાત્રિનું પર્વ છે ત્યારે સોમનાથ મંદિર વહેલી સવારથી ‘બમ બમ ભોલે’, ‘ઓમ્ નમ: શિવાય’ના નાદથી ગુંજી ઊઠ્યું છે. સોમનાથમાં મહાદેવનાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તમારે ઘરે બેઠાં  live દર્શન નિહાળો અને પૂજા કરો.

આજે શિવરાત્રિના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે.સોમનાથ મંદિર શિવરાત્રિ પર્વે સવારે 4થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે.આજે દિવસ પર્યંત વૈદિક પૂજા થશે. જેમાં  મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો રુદ્રી, રુદ્રાષ્ટક પાઠ, શિવ મહિમ્ન સ્તોત્ર કરશે.  આજે દિવસ પર્યંત વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરુદ્ર, રુદ્રી, બીલીપત્ર, સંકલ્પ પૂજાઓ થશે .

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શિવરાત્રિ નિમિત્તે ચાર પ્રહરની આરતી થતી હોય છે, જેમાં રાત્રે 9ના પ્રથમ પ્રહરની, રાત્રે 12ના બીજા પ્રહરની, રાત્રે 2ના ત્રીજા પ્રહરની અને પરોઢે 4ના ચોથા પ્રહરની આરતી થશે અનેક ભક્તો શિવરાત્રિના ઉપવાસ પણ કરતા હોય છે, જેના કારણે શક્કરિયા, સૂરણ, બટાટાં તેમજ ફ્રૂટ્સના ભાવમાં રવિવારથી જ અમદાવાદમાં હજારો કિલોગ્રામ ભાંગનું વેચાણ થશે. અવધૂત એવા શિવજીને ભાંગ ખૂબ જ પ્રિય છે. ભાવિકો નિજાનંદમાં લીન થઇને શિવજીની આરાધના કરવા માટે ભાંગનું સેવન કરે છે. અભિષેક વખતે પણ શિવજીને ભાંગ ધરાવવામાં આવે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.