મહાશિવરાત્રિએ તાજપુરા ધામની શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટરનો શુભારંભ : આંખોના ઓપરેશન નિઃશુલ્ક કરાય છે

મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી  માર્ચ

મહાશિવરાત્રિએ શહેરની નજીક આવેલા તાજપુરા ધામ સ્થિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાંઅત્ય આધુનિક ઓપરેશન થિયેટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં  રેટીના વિભાગમાં ઇન્વેસ્ટિગેશન રૂમ, ઓપીડી રૂમ, સોનોગ્રાફી રૂમ, લેઝર રૂમ, નવી લેબોરેટરી તથા આધુનિક મશીનરીથી સજ્જ મોતીયાના નવા ઓપરેશન થિયેટરનું ઉદઘાટન પૂજ્ય શિવરામ બાપુના સાનિધ્યમાં નારાયણ પરિવારની માતૃશક્તના વરદ હસ્તે અને શ્રી નારાયણ આઈ હોસ્પિટલના ટ્રસ્ટીઓ રાજેશભાઈ એસ. રાજગોર, જયંતિભાઈ ડી. પંચાલ તથા સુનિલભાઈ શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં 12,31,246 દર્દીઓની આંખોની તપાસ અને 4,44,883 દર્દીઓના આંખોના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. ઓપરેશન સાથે દર્દીઓના પરિવહનની તથા રહેવા જમવાની સુવિધા પણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક પુરી પાડવામાં આવી રહી છે. 

કેવી રીતે અને કોણે તાજપુરા ધામમાં  શ્રી નારાયણ આઈ હોસ્પિટલ શરુ કરી ? 

તાજપુરા ધામમાં  શ્રી નારાયણ આઈ હોસ્પિટલ કેવી રીતે શરુ થઇ તેની પણ ઘણી જ રસપ્રદ કહાની છે.  લગભગ 60 વર્ષ અગાઉ ભગવાનની પ્રેરણાથી પાવાગઢની તળેટીમાં આવેલા દુર્ગમ જંગલોમાં એક સંત ભગવાનની પ્રેરણાથી એક રાત્રી રોકાયા હતા. તે પછી તેમણે ત્યાં  જપ, તપ, સાધના ઉપાસનાના માર્ગ સાધના કરતાં ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન થયા હતા. ભગવાનના આદેશ બાદ જ તાજપુરા ધામમાં  પૂજ્ય નારાયણ બાપુજીએ 1972માં શ્રી નારાયણ આઈ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી. તે પછી તે ગુજરાતનું અંધત્વ નિવારણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. જેમાં ૧૯૭૨થી જ આંખોના વિવિધ રોગો જેવા કે, મોતીયો – ઝામર – વેલ –આંખોના પડદાની તપાસ વિગેરે દર્દોની તપાસ તેના ઓપરેશન અને ઓપરેશન પછીની સાવરા સેવાના ભાવ સાથે નિઃશુલ્ક રીતે થાય છે.