કોરોનામાં મહાસેવા : સુરતના નિવૃત્ત મહિલા પ્રોફેસરે પેરામેડિકલ સ્ટાફની સેવા જોઈને નિવૃત્તિની મૂડી દાનમાં આપી.. પોઝીટીવ ન્યુઝ વાંચવા જેવા છે..

www.mrreporter.in
Spread the love

 સુરત-મી.રિપોર્ટર, ૪થી મે.

કોરોના ના કહેરમાં સામાન્ય માનવીઓ તો જાન ગુમાવી રહ્યા છે. પરંતુ કોરોના ના દર્દીઓની સેવા કરતા કરતા જાન ગુમાવનારા મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ નો પણ જેટલો આભાર માનવો તેટલો ખૂટે તેમ છે. કોરોના યોદ્ધાઓને  નિવૃત્ત થયેલાં મહિલા પ્રોફેસર  દ્વારા આર્થિક રીતે સહાય કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

સુરતમાં ‘સેવા’ સંચાલિત આવા આઈસોલેશન સેન્ટર્સમાં સેવા આપતા પેરામેડિકલ સ્ટાફની ઉમદા કામગીરી જોઈને ઓલપાડ કોલેજમાં અધ્યાપન સેવા આપીને નિવૃત્ત થયેલાં મહિલા પ્રોફેસર કોકિલાબેને તેમના પેન્શન અને નિવૃત્તિની મુડીમાંથી રૂ.એક લાખનો ચેક અર્પણ કર્યો છે.  તેમની ઈચ્છા એવી છે કે , તેમના નાણામાંથી  આઈસોલેશન સેન્ટરોમાં રાતદિવસ કામ કરતાં પેરામેડિકલ સ્ટાફને વેતન ચૂકવવામાં આવે. 

નિવૃત્ત થયેલાં મહિલા પ્રોફેસર કોકિલાબેનના આર્થિક સહાય કરવાના  પ્રેરણાદાયી કદમની સરાહના કરતાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા કોકિલાબેનના હસ્તે જ પેરામેડિકલ સ્ટાફની બહેનો દિપાલી રાજેશભાઈ કિકાણી તથા ભુમિકા દેવરાજભાઈ મિરોલીયાને પગારના ચેક અર્પણ કર્યા હતા. આ ઉપરાંત, ઉત્રાણ ગામ ખાતે કોમ્યુનિટી હોલમાં લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈસોલેશન સેન્ટરમાં કામ કરતા કલ્પાબેન પરમાર અને અરવિંદભાઈ એમ.ચાવડાને તેમના નિ:સ્વાર્થ સેવા મૂલ્ય પેટે કોકિલાબેને ચેક અર્પણ કર્યા હતા.

પોતાની મહામુલી બચતમાંથી ચેક અર્પણ કરનારા મહિલા પ્રોફેસર કોકિલાબેને જણાવ્યું હતું કે,  હું ભલે કોરોનાગ્રસ્તોની જાતે સેવા કરી ન શકું, પણ તેમને આર્થિક ટેકો આપીને મદદરૂપ તો બની શકું ને..’  જીવના જોખમે સેવા કરતાં આ સાચા કોરોના યોદ્ધાઓને સહાયરૂપ થવું એ ખરી માનવસેવા છે.

ચેક અર્પણ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા અને ટ્રસ્ટીઓ  તથા ઈનરવ્હીલ કલબ-સુરત ઇસ્ટના શ્રીમતિ જયશ્રીબેન ભાલાળા અને આરોગ્યકર્મીઓએ ઉપસ્થિત રહી નિવૃત્ત પ્રોફેસરની સેવાકીય સંવેદનાને બિરદાવી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.