મહિસાગર, દાહોદ , ૨૮મી નવેમ્બર, રાજુ સોલંકી

ગુજરાતમા એસીબી દ્રારા પાછલા એક મહીનાથી વ્યાપક ઝુંબેશ હાથ ધરવામા આવી રહી છે.જેમા લાચીયાબાબુઓ પર સંકજો કસવામા આવી રહ્યો છે. આજે મધ્યગુજરાતના મહિસાગર અને દાહોદ જીલ્લામાં એસીબીએ સપાટો બોલાવતા એક મેડીકલ ઓફીસર તેમજ તલાટી કમ મંત્રીને લાંચ લેતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવની વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ચુથાના મુવાડા ગામે આ કામના ફરિયાદી નો ભાઈ ગત 24-11-2018 ના રોજ દારૂ પીધેલ હાલતમાં ઘરના સભ્યો સાથે બોલચાલ કરી મારામારી કરતા ઈજાઓ થઈ હતી.સંતરામપુર તાલુકામાં આવેલ ચુથાના મુવાડા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર ડૉ શેહબાજ મહમદ ઇશાક શેખ એ ફરિયાદના ભાઈ ને મોબાઈલ દ્વારા ફોન કરીને મારામારીના ગુનામાં પોલીસને જાણ નહી કરવા અને આગળની કાર્યવાહી નહી કરવા માટે 5000 રૂપિયા ની માંગણી કરી હતી આથી ફરીયાદના ભાઈ મહીસાગર જિલ્લાના ACB પીઆઈ એચ બી ગામેતીને ફરિયાદા કરતા  મહીસાગર જિલ્લાના ACB શાખાએ છટકું ગોઠવ્યું હતું. મેડીકલ ઓફિસર ડૉ શેહબાજ મહમદ ઇશાક શેખ ને 4000 રૂપિયા લાંચની સાથે રંગેહાથ ઝડપી પાડયા હતા.

જ્યારે બીજા બનાવની વિગતો અનુસાર દાહોદ જિલ્લામાં આવેલ દેવગઢ બારીયા ખાતે આવેલા સાગારામા ગામ પંચાયત ના તલાટી કમ મંત્રી યોગેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ પરમાર આ કામના ફરિયાદીના ગામમાં રહેતા જગાભાઈ માનાભાઈ નાયક ના પિતાનું અવસાન થયું હતું. જેથી જે ઓની વારસાઇ હક માં નામ દાખલ કરવા માટે આ કામના ફરિયાદી તલાટી કમ મંત્રી યોગેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ પરમાર ને રૂબરૂ મુલાકાત લીધી હતી. પરંતુ તલાટી કમ મંત્રી યોગેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ પરમાર વારસાઇ માટે 3000 રૂપિયા માંગણી કરી હતી. જેમાં આ કામના ફરીયાદી એ 1000 રૂપિયા પહેલા આપ્યા અને 2000 પછી આપવાનાં વાયદો કર્યો હતો. જેથી ફરિયાદી એ પંચમહાલ જિલ્લાના ACB પીઆઈ જે એન ડામોર
નો સંર્પક કરતા દેવગઢ બારિયા માં આવેલ સચાંગલી બજાર ભાડાની ઓફિસ માં છટકું ગોઠવ્યું હતું. જેથી આ કામના ફરિયાદી તલાટી કમ મંત્રી યોગેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ પરમાર ને 2000 ની લાંચની સાથે ACB ની રંગેહાથ ઝડપી પાડયા હતા.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: