Maharashtra : રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓમાં થયો વધારો, 45 કેસ નોંધાયા, એલર્ટ જાહેર

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મી.રિપોર્ટર, ૯મી ઓગસ્ટ.

દેશમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટ (Delta Plus Variant) નો આતંક વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં  ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓમાં થયો વધારો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ  45 કેસ નોંધાયા છે. જેને પગલે રાજ્યના ૭ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર ને પરિસ્થિતિ પર નજર રાખવાની સુચના આપવામાં આવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

મહારાષ્ટ્રમાં વધી રહેલા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યા અંગે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ માહિતી આપતા જણાવ્યું હતું કે,  રાજ્યમાં આ સંખ્યા 21થી વધીને 45 થઈ ગઈ છે. આ  45 દર્દીઓમાં 27 પુરુષો અને 18 મહિલાઓ છે. જેમાં 20 દર્દીઓની વય 19 વર્ષથી 45 વર્ષની વચ્ચે છે. રાજ્યમાં રત્નાગિરી, જલગાંવ, પૂણે, થાણે, મુંબઈ, બીડ અને ઔરંગાબાદમાં આ વેરિએન્ટ જોવા મળ્યો છે. જલગાંવમાં સૌથી વધુ 13, રત્નાગીરીમાં 11, મુંબઈમાં 6, થાણેમાં 5 અને પૂણેમાં 3 દર્દીઓ છે. પરંતુ રાજેશ ટોપેએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. 

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  દરેક જિલ્લામાંથી 100 નમૂના લેવામાં આવી રહ્યા છે. જેને લેબમાં મોકલ્યા બાદ જીનોમ સિક્વન્સીંગ દ્વારા તેમનું પરીક્ષણ કરવામાં આવે છે. આ તપાસમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાની માહિતી બહાર આવી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.