મહાનાયક અમિતાભ બચ્ચન ત્રણ હજાર લોકોની હાજરીમાં સયાજી રત્ન એવોર્ડ સ્વીકારશે : એવોર્ડ લીધા બાદ મુંબઈ પરત જશે

Spread the love

નવલખીમાં ૧૨૫ ફૂટ પહોળો અને ૩૦૦ ફૂટ લાંબો એસી ડોમ બનાવવામાં આવશે :  ૨૦મીએ બીએમએ દ્વારા ત્રીજો સયાજી રત્ન એવોર્ડ કાર્યક્રમ યોજાશે

વડોદરા, ૧૯મી નવેમ્બર, ધીરજ ઠાકોર

દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડની યાદમાં બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા શરૂ કરાયેલો સયાજી રત્ન એવોર્ડ  ૨૦મી નવેમ્બરે વડોદરા અને ગુજરાતના ત્રણ હજાર લોકોની હાજરીમાં બોલીવુડ સુપર સ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આપીને સન્માનીત કરાશે. જોકે એવોર્ડ લીધા બાદ એટલેકે માત્ર બે કલાકના રોકાણ બાદ સીધા જ મુંબઈ પરત જશે. 

વર્ષ ૨૦૧૩ થી બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા સયાજી રત્ન એવોર્ડની શરૃઆત કરવામાં આવી હતી. જેમાં વડોદરાના દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એવોર્ડ આપવાની શરૃઆત કરવામાં આવી હતી.  ૨૦મી નવેમ્બરના રોજ બીએમએ દ્વારા ત્રીજી વખત સયાજી રત્ન એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને એવોર્ડથી સન્માનીત કરાશે. જે માટેના કાર્યક્રમ માટે નવલખી મેદાનમાં ભવ્ય સામીયાણો બનાવવામાં આવ્યો છે. જ્યાં ૩૦૦૦ જેટલા મહેમાનો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની માટે ૧૨૫ ફૂટ પહોળો અને ૩૦૦ ફૂટ લાંબો એસી ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં ૫૦ટ૬૦ ફૂટનો ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે.

બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા મહાનાયક અમિતાભ બચ્ચન અપાનારા સયાજી રત્ન એવોર્ડ પ્રસંગ માટે શહેરના જાણીતા પેઇન્ટર અને આર્ટીસ્ટ બ્રિજેશ ઉપાધ્યાયે લિક્વિડ ઇન્ક દ્વારા પેઇન્ટિંગ બનાવ્યું છે. આ પેઇન્ટિંગ તેઓ મહાનાયક અમિતાભ બચ્ચનને આપવા માંગે છે.