વૈષ્ણવ યુવા સંગઠન, નિઝામપુરા દ્વારા કરવામાં આવ્યું : મહાપ્રભુજીનો અભિનય વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે કર્યો

ધાર્મિક, મિ.રિપોર્ટર, ૨૨મી એપ્રિલ

વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જીવન પર આધારીત મહાપ્રભુજી ફિલ્મ તા.26 એપ્રિલના રોજ રાત્રે 8-30 કલાકે સયાજીનગર ગૃહમાં બતાવવાનું આયોજન વૈષ્ણવ યુવા સંગઠન, નિઝામપુરા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મહાપ્રભુજીનો અભિનય વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે કર્યો છે.

રાધિકા ફિલ્મ એન્ડ વિઝનટેક પ્રા.લિ. દ્વારા નિર્મિત મહાપ્રભુજી ફિલ્મ અંગે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે જણાવ્યું હતું કે, આ ફિલ્મના શુટિંગ પૂર્વે હું વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો સર્વોત્તમ સ્ત્રોત્રનો પાઠ કરતો હતો. તે બાદ શુટીંગ કરતો હતો. હું કોઇ અભિનેતા નથી. પરંતુ, વૈષ્ણવોને મહાપ્રભુજીના જીવન ચારિત્ર્ય અંગેની માહિતી ફિલ્મ દ્વારા મળે તેવા મુખ્ય આશય સાથે મેં આ ફિલ્મમાં અભિનય કર્યો છે. આ ફિલ્મ મનોરંજન માટે નહિં. પરંતુ, મહાપ્રભુજી ફિલ્મ દ્વારા મહાપ્રભુજીના જીવન વિષે લોકોને માહિતગાર કરવાનો છે. આ ફિલ્મને થિયેટરોમાં પણ રિલીઝ કરવાની નથી. આ ફિલ્મ હોલમાં વેષ્ણવોને બતાવવામાં આવનાર છે. આગામી દિવસોમાં 18 જેટલા સ્થળે આ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.  ટુક સમયમાં જ હિન્દી બાદ અંગ્રેજી શીર્ષક સાથે પણ ફિલ્મ જોવા મળશે. આ ફિલ્મના વિદેશમાં પણ પ્રીમિયર યોજાઈ ગયા છે. અન્ય હુજી વિદેશના અન્ય શહેરમાં બતાવવાનો પ્રયાસ હાથ ધરાશે. અગાઉ બોડેલી, પાદરા, હાલોલ, નડિયાદ અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આ ફિલ્મ બતાવવામાં આવી છે. આ ફિલ્મ અંગેની પુરક માહિતી ફિલ્મના ડાયરેક્ટર અજય શાહ અને દવે એકેડમી પ્રા.લિ.ના ચિરાયુ દવેએ પૂરી પાડી હતી….જુઓ…વિડીયો…

 

 

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: