મધુ વાણી : વડોદરાની લોકસભા બેઠક પર ટિકિટ મળશે તો હું જીતીશ, નરેન્દ્ર મોદી લડશે તો હું તેમને જીતાડીશઃ મધુ શ્રીવાસ્તવ

Spread the love
વડોદરા- મિ.રિપોર્ટર, ૧૫મી માર્ચ
 
વડોદરા લોકસભા બેઠક માટે મે દાવેદારી નોંધાવી છે. પક્ષનો હું સિનીયર નેતા છું. મને ટિકિટ આપવામાં આવશે તો હું જીત્યા બાદ જનતાની સેવા કરીશ. ગુજરાત અને દેશનું નામ રોશન કરીશ. વડોદરા બેઠક ઉપર પીએમ મોદીનું પણ નામ ચાલી રહ્યું છે. જો નરેન્દ્ર મોદી વડોદરા લોસકભા બેઠક પર ચૂંટણી લડવા આવશે તો તેઓને હું તન, મન, ધનથી જીતાડવા માટે પ્રયત્ન કરીશ. એમ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે  વડોદરા લોકસભા બેઠક માટે સેન્સ લેવા આવેલી નિરીક્ષકોની ટીમ  સમક્ષ પોતાની દાવેદારી નોંધાવ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું. 
 
મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે,  હું 37 વર્ષથી રાજકારણમાં છું વાઘોડિયા બેઠક પર પર ધારાસભ્ય તરીકે સતત ચૂંટાતો આવ્યો છું. આ ઉપરાંત બે વખત કાઉન્સિલર રહી ચૂક્યો છુ અને બે વખત બરોડા ડેરીના ચેરમેન તરીકે રહી ચૂક્યો છું. સતત પ્રજાની વચ્ચે રહેલો છું. મને લોકસભાની ટિકિટ આપવામાં આવે તો પ્રજા મને ચોક્કસ પણે જીતાડશે તેવી મને આશા છે.