ઉત્તરાખંડના તપોવન ટનલની બહાર વફાદાર શ્વાન, માલિકની જોઈ રહ્યો છે રાહ..

www.mrreporter.in
Spread the love

નેશનલ -મી.રિપોર્ટર, 13મી ફેબ્રુઆરી.

ચમોલીમાં ગ્લેશિયર તૂટવાને લીધે આવેલા પૂરને લીધે ઉત્તરાખંડના તપોવન ટનલમાં પાંચ દિવસથી સતત રાહતકાર્ય ચાલી રહ્યું છે. હજુપણ ટનલમાં ફસાયેલો લોકોને બહાર કાઢવાની કોશિશો ચાલુ છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ વચ્ચે લોકોએ ધ્યાન આપ્યું કે એક કૂતરો છેલ્લા ત્રણ દિવસથી ટનલની પાસે જ બેઠેલો જોવા મળી રહ્યો છે. જાણે કોઈના બહરા આવવાની રાહ જોઈને બેઠો હોય. તેને ઘણી વખત ત્યાંથી ભગાડવામાં  આવ્યો હતો પરંતુ દરેક વખતે તે પાછો ટનલ પાસે આવીને બેસી જતો હતો. 

કહેવાય છે કે,  આ કૂતરો તપોવન હાઈડ્રોલીક પ્રોજેક્ટ સાઈટની પાસે બેસીને તે વ્યક્તિની રાહ જોઈ રહ્યો છે, જે આવેલી કુદરતી આપદાને કારણે ટનલમાં ફસાઈ ગયો છે. પોતાના માલિકની તપાસ કરવાની તેણે ઘણી કોશિશ કરી પરંતુ હજુ સુધી તેને શોધી શક્યો નથી. જોકે પોતાના માલિકની મહેક તેને ટનલ સુધી લઈને આવી.

હવે આ કૂતરો ટનલની પાસે એ આશા રાખીને બેસી રહ્યો છે કે તેનો દોસ્ત, તેનો માલિક સુરંગમાંથી બહાર આવશે પરંતુ હજુ સુધી તેના હાથે નિરાશા જ આવી છે. કૂતરાની આ સ્ટોરી વાંચીને તમને થશે કે ખરેખરમાં કૂતરા કરતા વધુ વફાદાર આ દુનિયામાં બીજું કોઈ હોઈ શકે તેમ નથી.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Mrreporter.in ની મોબાઇલ એપ્લિકેશન.