પ્રેમ કાં તો તમારી કમજોરી બની શકે કાં તો તમારી તાકાત બનશે, પ્રેમની લાગણીના નામે કોઈના હાથા ન બનશો…કેમ વાંચો ?

Spread the love

એપિસોડ -36

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -35: તમે પાછલાં અંકમાં વાચ્યું… આકાંક્ષા ને હોશ આવ્યા પછી એના પાપા એની જોડે વાતચીત કરે છે. આકાંક્ષા એના પાપા ની માફી માંગે છે. થોડીવાર પછી આકાંક્ષા ને હોસ્પિટલ થી રજા આપે છે એ વખતે હર્ષ આકાંક્ષા ને કહેવા આવે છે કે એને ઘરે જવાનું કહ્યું છે આકાંક્ષા એ વખતે હર્ષ નો હાથ પકડી ને માફી માંગી એ વખતે હર્ષ નું દિલ ધડકવાનું ભૂલી ગયું કારણકે જેને આટલા વર્ષો થી મનોમન થી પ્રેમ કર્યો એનો હાથ આજે એના હાથ પર જ હતો પણ એ બધું ભૂલી ને આકાંક્ષા ને આગળ વધવાની સલાહ આપે છે )

” ખેર…. જવા દે, ઘરે જઈએ….. અંકલ અને આંટી રાહ જોવે છે તું જોઈ લે કે તારી કોઈ વસ્તુ રહી નથી જતી ને…… હું બિલ ભરી ને આવું” કહી ને હર્ષ નીકળી જાય છે.

બંને જણ હોસ્પિટલ ની ફોર્માલિટી પતાવી ને ઘરે જવા નીકળ્યા ……રસ્તા માં બન્ને વચ્ચે સવાંદ તો થતો હતો પરંતુ એક ખામોશી સાથે….અને આ જ ખામોશી સાથે મંજલ કાપી ને બન્ને ઘરે પહોંચ્યા. ઘર ના દરવાજા પર આકાંક્ષા ની રાહ જોઈ ને એના માં-બાપ ઉભા હતા. આકાંક્ષા ઘર માં જઈ ને સીધી પોતાના રૂમ માં ગઈ……એનો રૂમ એકદમ સાફ હતો ,બધી જ વસ્તુઓ પોતાની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવેલી હતી….આકાંક્ષા ની સામે એ બધા જ દ્રશ્યો તરવરવા લાગ્યા જે એને થોડા કલાકો પહેલા હતા. એ બધું જ જોઈ રહી હતી ત્યાં જ એના ફોન માં મેસેજ ની ટોન વાગી …… એની ફ્રેન્ડ સાક્ષી નો મેસેજ હતો….

” પ્રેમ કાં તો તમારી કમજોરી બની શકે કાં તો તમારી તાકાત….. ” – ભૂમિકા બારોટ

ખરા સમયે જાણે ટકોરો વાગ્યો હોય એમ સાક્ષી નો આ મેસેજ આકાંક્ષા ને હકીકત નું ભાન કરાવી ગયો. એ વિચારવા લાગી કે આજ સુધી એણે વિશ્વાસ ના પ્રેમ માટે કર્યું એ એના પ્રેમ ની કમજોરી હતી જેમાં પોતે તોઆટલી દુઃખી થઇ પરંતુ એના મમ્મી પાપા પણ દુઃખી થયા છે અને જે આકાંક્ષા ને મંજુર નહોતું.

હવે પોતાની જાત ને મજબૂત કરવાનો વખત આવી ગયો છે..આકાંક્ષા એ પોતાની જાત ને અરીસા માં જોઈ અને થોડીક ક્ષણ માટે એ ડઘાઈ ગઈ કારણ કે એને વિશ્વાસ ના દગા માટે પોતાનું મુંડન કરી ને પોતાની
જાત ને સજા આપી હતી…….એ પોતાનો જ ચહેરો જોઈ ને બે ડગલાં પાછી હટી ગઈ…….પણ હવે વખત બદલાવ નો હતો…..એણે નક્કી કર્યું ……કે

હવે હું કોઈ માટે નહિ રડું અને એવા લોકો માટે ખાસ કે જેમણે મારા હોવા ના હોવાથી ફર્ક જ ના પડે. પ્રેમ માં મળેલા દગા ને હું મારુ શસ્ત્ર બનાવી ને એવો મુકામ હાસિલ કરીશ કે લોકો માટે મિસાલ બનીશ. એમ પણ કહેવાય છે કે એક ઘાયલ શેરની બમણા ઘા કરે છે. અને હું આ ઘા મારા પોતાના જ વિકાસ માટે પોતાના પર જ કરીશ. અને આકાંક્ષા એ પોતાની ડાયરી કાઢી ને લખે છે …….” એક નવી શરૂઆત ….. ”

” અક્કુ…..કોફી બનાવી છે……ચાલ બેટા કોફી પી લે….” બહાર થી રમાબેન નો અવાજ આવ્યો.

આકાંક્ષા અવાજ સાંભળી ને બહાર કોફી પીવા આવી. રૂમ ની અંદર ગયેલી આકાંક્ષા અને બહાર આવેલી આકાંક્ષા વચ્ચે ઘણો ફર્ક હતો. બહાર આવેલી આકાંક્ષા ખુશ હતી ચહેરા પર એક ચમક હતી, એક આત્મવિશ્વાસ હતો.

બધા ને આ બદલાવ જોઈ ને થોડી શાંતિ થઇ. હર્ષ આ બધું જોઈ ને ખુશ તો હતો જ પરંતુ કંઈક વિચારી રહ્યો હતો…..

 

  •  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.