લક્ઝુરીયસ કારમાં લાગી આગ, આંખના પલકારામાં જ ભડથું થયો બિલ્ડર યુવાન…જુઓ….વિડીયો…

Spread the love

વડોદરા, ૨૦મી નવેમ્બર. 

વડોદરા સેવાસીના ખાનપુર પાસે લક્ઝુરીયસ કારમાં આગ લાગતા વડોદરાના જાણીતા બિલ્ડર યુવાન સીટ બેલ્ટ ખુલ્યો નહોતો, જેના લીધે બિલ્ડર યુવાન કારની બહાર નીકળી શક્યો નહોતો. પરિણામે આંખના પલકારામાં જ યુવાન આગમાં બળીને ભડથું થઇ ગયો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી જઇને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેર નજીક ખાનપુર ગામ પાસેથી આજે સવારે 11 વાગ્યાની આસપાસ વડોદરાના જાણીતા બિલ્ડર મિહિર પંચાલ તેમની લક્ઝુરીયસ કાર ફોર્ડ એન્ડેવર લઇને પસાર થઇ રહ્યા હતા. આ સમયે તેમની કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. તેઓએ સીટ બેલ્ટ બાધ્યો હોવાથી કારમાંથી નીકળી શક્યા ન હતા.  કારમાં જ બળીને ભડથું થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતું બિલ્ડર મિહિર પંચાલ આગમાં બળીને ભડથું થઇ ગયો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બિલ્ડર યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. આ સમગ્ર ઘટનાની પીએસઆઈ જાડેજા વધુ તપાસ કરી રહ્યાં છે. પોલીસનું પ્રાથમિક તારણ છે કે કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. FSL પણ આ ઘટના બાબતે વધુ તપાસ કરી રહી છે.

This slideshow requires JavaScript.