લોકસભા ચુંટણી : એક્ઝિટ પોલ સાચા પડતા ‘એક્સિસ માય ઈન્ડિયા’ના પ્રમુખ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા…વાંચો…

Spread the love

અમદાવાદ-રાજનીતિ, મિ.રિપોર્ટર, ૨૩મી મે. 

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ નરેન્દ્ર મોદી  બ્રાન્ડની સુનામી ચાલી રહી છે. જોકે પરિણામ પહેલા મતદાનના છેલ્લા તબક્કા બાદ  વિવિધ ટીવી ચેનલ્સ દ્વારા એક્ઝિટ પોલ્સ કરવામાં આવ્યા હતા. જેમાં ‘એક્સિસ માય ઈન્ડિયા’ અને ‘ઈન્ડિયા ટુડે’ એ પોતાના  એક્ઝિટ પોલ્સમાં   BJP અને  NDA  સૌથી વધુ બેઠકો સાથે જીતશે.  તેમણે કરેલી ભવિષ્યવાણી સૌથી સચોટ લગભગ 95 ટકા સાચી પડી છે. એવામાં જ્યારે ચૂંટણીના રિઝલ્ટ ઈન્ડિયા ટુડે પર દર્શાવાયેલા એક્ઝિટ પોલ સાથે મળતા આવવા લાગ્યા, ત્યારે ‘એક્સિસ માય ઈન્ડિયા’ના પ્રમુખ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા. ઈન્ડિયા ટુડે પર કાર્યક્રમ દરમિયાન જ ‘એક્સિસ માય ઈન્ડિયા’ના સીએમડી પ્રદીપ ગુપ્તાની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગ્યા.

‘ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા’ના એક્ઝિટ પોલમાં એનડીએને 339 થી 365 બેઠકો મળવાની વાત કહેવાઈ હતી. તેમાં યુપીએ 77 થી 108 બેઠકો સુધીમાં સમેટાઈ જશે તેવું પણ કહેવાયું હતું. ચૂંટણી પરિણામ પર પ્રતિક્રિયા આપતા ગુપ્તાએ કહ્યું કે, ‘મને મારી ટીમના સભ્યો પર પૂરો વિશ્વાસ હતો, જે બધા લોકસભા અને વિધાનસભા ક્ષેત્રોમાં દિવસ-રાત 40 દિવસથી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સભ્યોને યોગ્ય પ્રશ્ન પૂછવાની ટ્રેનિંગ ઘણી સફળ સાબિત થઈ. અમારું 500 થી વધુનું સંખ્યાબળ સફળતાનું કારણ રહ્યું.’