કોરોનાના કહેર ને રોકવા માટે ગુજરાતમાં આવી રહ્યું છે લોક ડાઉન, શું કીધું હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ?

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, 6 ઠ્ઠી એપ્રિલ.

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, કોરોના ના કેસ રોકોર્ડ તોડી રહ્યા છે. કોરોના સતત વધી રહેલા આતંક ને હવે ફરી એકવાર લોકડાઉન લગાવવાની હિલચાલ શરુ થઇ છે ત્યારે હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કરીને રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અત્રે ઉલ્લેખનીય છેકે, હાઇકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે તેવી પણ કડક ટકોર કરી છે.

રાજયમાં કોરોના નો વિસ્ફોટ થયો છે, પરંતુ હજુપણ રાજ્ય સરકાર તેને ખુલીને સ્વીકારી રહી નથી. રાજ્ય સરકાર હજુપણ એક જ રટણ કરી રહી છે કે અમે કોઈ લોક ડાઉન કરવાના નથી. તો બીજીબાજુ રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. એમાય ખાસ કરીને વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં તો કોરોનાએ મઝા મૂકી છે. આ ચાર શહેરોમાં કોરોના રેકોર્ડ તોડી રહ્યો છે. કોરોના ના લીધે મૃત્યુ દર પણ વધી રહ્યો છે.  કોરોના ના વધતા સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિયેશન માને છે કે કોરોના કાબૂમાં લેવા હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી ઝડપથી કાબૂ આવી શકે. કોરોના ની ઘાતક બીજી લહેર ને જોઈને  જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે.

કોરોના વધતા કેસ પર વિવિધ એસોસિયેશન ની ટકોર વચ્ચે આજે કોરોના બાબતે સરકાર ને લોક ડાઉન જેવા કડક પગલા લેવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે પણ નિર્દેશ આપતાં  ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.45673