કોરોના વાઈરસ ના પગલે આજ રાતના ૧૨ વાગ્યાથી ૩૧મી સુધી ગુજરાતમાં લોક ડાઉન જાહેર : વગર કામે ઘરની બહાર નીક્નાર સામે કેસ કરાશે

ક્રાઈમ – વડોદરા, મિ.રિપોર્ટર, 23મી માર્ચ.

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો આતંક વધતાં જ રૂપાણી સરકારે સમગ્ર ગુજરાતમાં ૨૩મીના રાત્રીના ૧૨ વાગ્યા થી ૩૧મી માર્ચ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોક ડાઉન અને કલમ ૧૪૪ નો ભંગ કરનારા સામે કાનૂની પગલાં લેવાશે. 

ગુજરાત રાજ્યમાં ૩૧મી માર્ચ સુધી લોક ડાઉન જાહેર કરવાની જાહેરાત રાજ્યના ગૃહ વિભાગ મુખ્ય અધિક સચિવ સંગીતા સિંગે કરી છે.  રાજ્યના ગૃહ વિભાગ મુખ્ય અધિક સચિવ સંગીતા સિંગની સાથે રાજ્યના DGP શિવાનંદ ઝા પણ હાજર રહ્યા હતા.  રાજ્યના DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ ની સ્થિતિ ગંભીર બની રહી છે. કોરોના ના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં કલમ 144 લગાવવામાં આવી છે અને હવે લોકડાઉન કરવામાં આવ્યું છે. ૧૪૪ કલમ નો ભંગ કરશે તેની સામે કાનૂની પગલા લેવાશે. જોકે જીવન જરૂરીયાતની વસ્તુઓ, દવાખાના તેમજ અન્ય આવશ્યક વસ્તુઓ માટેની શોપ ચાલુ રહેશે. આ ઉપરાંત રાજ્યની ફરતે આવેલી બોર્ડર ને સીલ કરી દેવામાં આવી છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

 

Leave a Reply