લો..બોલો..AMCના જન્મ-મરણ નોંધણી વિભાગે, બાળકના બર્થ સર્ટિ.ના એડ્રેસમાં પાકિસ્તાન લખ્યું….વાંચો..

Lo..bolow .. AMC's Birth and Death Registration Department wrote Pakistan in the address of the child's birth certificate .... read ..
Spread the love

AMCના જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી : અધિકારી સામે પગલા લેવા માંગ 

હેલ્થ- અમદાવાદ, મી.રીપોર્ટર,  ૮મી ફેબ્રુઆરી

AMCના જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જન્મ-મરણ નોંધણી વિભાગે બાળકના બર્થ સર્ટિફિકેટમાં લખેલા સરનામામાં પાકિસ્તાન લખી દીધું છે. જેને કારણે સર્ટિફિકેટ ઇશ્યુ કરનાર અધિકારીઓ સામે પ્રશ્ન ઉઠ્યો છે. આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, મહમ્મદ ઉજ્જૈર ખાન નામના બાળકનો 8-10-2018ના રોજ વીએસ હોસ્પિટલમાં જન્મ થયો હતો. બાળકના પિતાનું નામ અરબાઝ ખાના પઠાણ છે અને માતાનું નામ મહેકબાનુ છે. તેઓ વટવા સ્થિત સરકારી આવાસમાં રહે છે.