અમદાવાદ, મિ.રિપોર્ટર, ૨૭મી ડીસેમ્બર
દર વર્ષે કેટલાક માલેતુજારો દ્વારા થર્ટી ફર્સ્ટની પાર્ટી અને ન્યૂ યર ના આગમનને વધાવવા માટે શરાબ-શબાબ પાર્ટીનું આયોજન કરાય છે. આમાં અમદાવાદ અને સુરત સૌથી અગ્રેસર હોય છે. અમદાવાદના શોખીનો દ્વારા શરાબની શબાબ પાર્ટી ગોઠવાય છે. જેના માટે શોખીનો દ્વારા પાર્ટીને રંગીન બનાવવા માટે એસ્કોર્ટ યુવતીઓને બોલવવામાં આવે છે. પરંતુ આ વખતે એસ્કોર્ટ ગર્લ કરતા બોયની પણ ખૂબ ડીમાન્ડ છે.
આ વખતે અમદાવાદ અને સુરતમાં એસ્કોર્ટ બોયના નામથી મોડલ, યુવાનો અને વિદેશી નાગરીકો એસ્કોર્ટ સર્વિસ માટે સક્રિય થયા છે. એટલું જ નહિ પણ તેમના ઓનલાઇન નંબર પર મેસેજ કરતા જ તેની બોલી લાગે છે. બોયઝ એસ્કોર્ટનો ત્રણ કલાકનો ભાવ 25 થી 40 હજાર જ્યારે ગર્લ્સ એસ્કોર્ટનો ભાવ 4000 હજાર છે. આમ ગર્લ્સ એસ્કોર્ટ્સ કરતા બોય્ઝ એસ્કોર્ટ્સની ડીમાન્ડ વધુ છે. આ સર્વિસની ડીલ વોટ્સએપ પર કરવામાં આવે છે.
એસ્કોર્ટ બોય નો ભાવ
બે કલાક માટે 15 થી 25 હજાર રૂપિયા
ત્રણ કલાક માટે 25થી 40 હજાર રૂપિયા
આખી રાત માટે 40 થી 60 હજાર રૂપિયા
એસ્કોર્ટ ગર્લના ભાવ
ત્રણ કલાક માટે 4 હજાર રૂપિયા
આખી રાત માટે 10 હજાર રૂપિયા
અત્રે ઉલ્લેખનીય છે કે એસ્કોર્ટ બોય ઈન અમદાવાદની ૪ લાખથી વધુ લિંક સર્ચ એન્જીન પર ” એસ્કોર્ટ બોય ઈન અમદાવાદ” સર્ચ કરતા મળે છે. એજ રીતે ” એસ્કોર્ટ બોય ઈન સુરત” સર્ચ એન્જીન પર ૩.૫ લાખથી વધુ સર્ચ કરતા મળે છે. જેમાં હાઇપ્રોફાઇલ બોયઝ મોડલ અને વિદેશી નાગરિકો પ્રોવાઇડ કરવા સુધીની સર્વિસ આપવામાં આવે છે. એસ્કોર્ટ પર્સનને કોઇ એક જગ્યાએ ઉભો રાખવામાં આવે છે, જ્યાંથી ક્લાયન્ટ તેમને કેબનો નંબર આપે છે. આ કેબમાં એસ્કોર્ટ બોય કે ગર્લને તેના ડેસ્ટિનેશનસુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારની તમામ ડીલ એક વોટ્સએપ નંબર પર થાય છે. જે નંબર પર પેટીએમ નંબર આપવામાં આવે છે, જેમાં બુકીંગ એમાઉન્ટ આપી કસ્ટમરને એસ્કોર્ટના ફોટોઝ મોકલાય છે.