લો બોલો…આ સ્ત્રીને પતિ પાસેથી નહીં પણ આ રીતે બાળક જોઈએ છીએ…વાંચો……

Spread the love

મી.રિપોર્ટર, ૨૨મી ડીસેમ્બર. 

આધુનિક ટેકનોલોજીના યુગમાં સોશીયલ મીડિયા પર કરેલી એક નાનીઅમથી કરેલી કોમેન્ટ્સ આંખના પલકારામાં વાઈરલ થઇ જતી હોય છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક પરણિતાએ લગ્નના ૩ વર્ષ બાદ હેન્ડસમ-ક્યુટ બાળકને જન્મ આપવા માટે એક એવો નિર્ણય લીધો કે જે હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. નિર્ણય એવો છે કે તે બાળક માટે સ્પર્મ ડોનરની શોધમાં છે. સ્પર્મ ડોનર દ્વારા બાળકને જન્માવવું સહેલું છે. આ વાતમાં ખાસ વાત એ છે કે સ્ત્રીને પોતાના પતિનું નહિ પણ સ્પર્મ ડોનરનું જ બાળક જોઈએ છે. સ્ત્રી પોતાના પતિનું બાળક નથી ઈચ્છતી કારણ કે તેને તેનો પતિ એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક નથી લાગતો. એને એમ છે કે જો પતિ બાળક કરશે તો બાળક પણ એવુ જ થશે. આ સમાચાર ઇન્ટરનેટની દુનિયામાં ખરેખર આશ્ચર્યજનક છે.

પરણિતાના પતિએ Reddit પર લખ્યું છે કે “જ્યારે મે બાળકની વાત કરી, ત્યારે મારી પત્નીએ કહ્યું કે તે સ્પર્મ ડોનરનું બાળક ઇચ્છે છે. તેના પાછળ તેની દલીલ હતી કે આમ કરવાથી બાળકની જીંદગી સારી ચાલશે અને સારી રહેશે. “જ્યારે પતિને આ વાત સમજમાં ન આવી તો એણે ડિલેટમાં પુછ્યું. ત્યારે પત્નીએ કહ્યું કે “જો એટ્રેક્ટિવ અને સમજદાર વ્યક્તિના સ્પર્મ થી બાળક થશે તો તેમનું આગળનું જીવન સારું રહેશે.  તે આનંદથી જીંદગી જીવી શકશે. “