નાગપુર, ૧૧મી નવેમ્બર. 

મિત્રો..એમાંય બેસ્ટ ફ્રેન્ડના જન્મદિવસની દરેકને આતુરતા અને ઉત્સુકતા રહે છે. બર્થ-ડે બૉય અને ગર્લના ચહેરા પર કેક લગાવે છે.  આવો ટ્રેન્ડ દરેક જગ્યા પર જોવા મળે છે. પરંતુ  નાગપુર યુનિવર્સિટીના એક ગ્રુપે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. યુનિવર્સિટીના અમરાવતી રોડ કેમ્પસમાં ભણનારા સ્ટુડન્ટ પોતાના સાથી મિત્રોને  જન્મદિવસ પર સેનેટરી નેપકિન અને કૉન્ડોમ ગિફ્ટ કરે છે.

આ ગિફ્ટની ખાસ વાત એ પણ છે કે, સ્ટુડન્ટ આ ગિફ્ટનું કોઈ પેકિંગ કરતા નથી. તેમના આ પેકમાં ત્રણ કૉન્ડોમના પાઉચ અને ત્રણ સેનેટરી નેપકિનનું પેક હોય છે. છોકરીનો જન્મદિવસ હોય કે છોકરાનો, આ ગ્રુપના સભ્યો બંનેને આ જ ગિફ્ટ આપે છે. 

માર્ચમાં આ મિત્રોના ગ્રુપે નિર્ણય લીધો હતો કે, તેઓ હવે લોકોને જન્મદિવસ પર કૉન્ડોમ અને સેનેટરી નેપકિન ગિફ્ટ કરશે. તેમણે જણાવ્યું કે, આ ગિફ્ટ પેક માત્ર સાથી મિત્રો માટે નહીં પણ પ્રૉફેસર્સ તથા કેમ્પસના અન્ય સ્ટુડન્ટ્સ માટે પણ છે. 

ચાર સ્ટુડન્ટ્સના આ ગ્રુપના તમામ મિત્રો  ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે. તેઓ પૉલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ ભણવાની સાથે એઈડ્સ અંગે જાગૃતતા અને છોકરીમાં માસિક દરમિયાન સ્વચ્છતા અંગે કાર્ય કરે છે. તેમની દૃષ્ટિએ આ બે મુદ્દાઓ અંગે જાગૃતતાનું મહત્વ એટલા માટે વધુ છે કેમ કે, યૂનિવર્સિટીમાં મોટાભાગના સ્ટુડન્ટ્સ આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને તેમનામાં આ અંગેની સમજ ઓછી છે. 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: