વર્જિનિટી ટેસ્ટ ના ચેપ્ટરને મેડિકલના અભ્યાસક્રમમાંથી હટાવો : ડૉ. ઈન્દ્રજીત ખાંડેકર

Spread the love

મિ.રિપોર્ટર, ૧લી જાન્યુઆરી.

વિવાદાસ્પદ ‘વર્જિનિટી’ અથવા ‘ટૂ-ફિંગર’ ટેસ્ટ અવિશ્વસનીય હોવાનો દાવા સાથે વર્ધાના ફૉરેન્સિક મેડિસિન પ્રોફેસરે  તેને મેડિકલના પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, આ પ્રકરણમાં વૈજ્ઞાનિક વિશ્વસનીયતાનો અભાવ છે અને ભવિષ્યના ડૉક્ટરોએ આ ભણવું જોઈએ નહીં.

મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (MCI)ને સબમિટ કરાયેલા રિપોર્ટમાં ડૉ. ઈન્દ્રજીત ખાંડેકરે જણાવ્યું કે, જે બાબતો મહિલાઓ માટે માનસિક રીતે ખૂબ નુકસાનકારક છે, તેને મેડિકલ સ્કૂલ્સમાં ક્લિનિકલ ટૂલ્સ તરીકે ભણાવવામાં આવે છે અને આને કારણે ઘણા કિસ્સાઓ કોર્ટ સુધી પહોચ્યાં છે. ડૉક્ટરનો આ પત્ર આશરે 30 MBBS અને ફોરેન્સિક મેડિસિનના પોસ્ટ ગ્રેજ્યુએશનના પુસ્તકોના અભ્યાસ પરથી લખાયેલો છે. તેમણે આ જ પત્ર 26 ડિસેમ્બરના રોજ યુનિયન મિનિસ્ટ્રીને પણ મોકલ્યો છે.

રિપોર્ટમાં નોંધવામાં પાઠ્યપુસ્તકો સ્ટુડન્ટ્સને વર્જિનિટી અને તેને ટેકનિક્સ વિશે માત્ર ઉગ્ર બાબતો ભણાવે છે એટલું જ નહીં તેમાં સાચા અને ખોટા વર્જિનને પણ પરિભાષિત કરવામાં આવ્યા છે. ખાંડેકરના પત્રમાં એક એવી રસપ્રદ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ પુસ્તકોમાં મોટાભાગે મહિલાની વર્જિનિટી પરની જ વાતો છે અને ભાગ્યે જ ક્યાંય પુરુષની વર્જિનિટીનો ઉલ્લેખ છે. 

દેશ-વિદેશમાં થયેલા અનેક સ્ટડીમાં એ નોંધવામાં આવ્યું છે કે, કૌમાર્યભંગ થવા પાછળ શારિરીક સંબંધ અથવા તો કોઈ સેક્સુઅલ હિસ્ટ્રીનો સીધેસીધો સંબંધ છે કે કેમ તે તારવી શકવું લગભગ અશક્ય છે. અસલમાં તો ઘણીવાર મહિલાને કોઈપણ શારીરિક સંબંધ વિના પણ અસામાન્ય હાઈમિન (કૌમાર્ય) હોય તેવું પણ જોવા મળ્યું છે. આમ છતા, આપણા પુસ્તકો ભવિષ્યના ડૉક્ટર્સને આવા પાયાવિહોણા ચેપ્ટર્સ ભણાવે રાખે છે.’