જાણો કેવી રીતે એક વિદેશી મહિલા ભારતની દેશી ચાના કારણે બની કરોડપતિ….

Spread the love

મિ.રિપોર્ટર, ૨૧મી ફેબ્રુઆરી. 

ભારતમાં લોકોના દિવસની શરૂઆત ચાની ચુસકીની સાથે થાય છે એ આપણે તમામ લોકો જાણીએ છીએ. એમાં કોઇ શંકા નથી કે ચાથી વધારે રિફ્રેશિંગ બીજું કાંઇ નથી. ત્યારે તો હિંદુસ્તાની ચાનો સ્વાદ વિદેશોમાં પણ ચર્ચાનો વિષય બનતો રહે છે. આ કારણે છે કે દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ લોકો હિંદુસ્તાની ચાના દિવાના છે પરંતુ શું તમે જાણો છો કે ભારતની ચા લોકોનો મૂડ ઠીક કરવાની સાથે સાથે લોકોને કરોડપતિ પણ બનાવી શકે છે.

અમેરિકામાં રહેનારી બ્રૂક એડી ભારતની દેશી ચાને પોતાના દેશમાં વેચીને ખૂબ કમાણી કરી રહી છે. આ સમયમાં ભારતમાં પણ સોશિયલ મીડિયા પર બ્રૂક એડીને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે. તમે ભલે આ મહિલાને જાણતા ના હોય પરંતુ આખી દુનિયા તેની ‘ભક્તિ ચા’થી પરિચિત છે. તેમની કંપની ભક્તિ ચાની બ્રાન્ડની વેલ્યૂ આજે 45.5 કરોડ રૂપિયાની છે.

જો તમે આ ખબર વાંચ્યા બાદ ગૂગલમાં બ્રૂક એડી અને તેની ભક્તિ ચાની બ્રાન્ડ વિશે સર્ચ કરી શકો છો. બ્રૂક એડી ચાની ખાસિયત ફક્ત સ્થાનિક નથી પરંતુ ચાની કિંમતના રૂપમાં તેની દુકાન ફક્ત ખર્ચના રૂપિયાની કમાણી કરે છે. એટલે કે તેના બિઝનેસનો મંત્ર છે નફા વિના બિઝનેસનો વિસ્તાર કરવો. 2002માં ભારતમાં ચાલી રહેલા સામાજિક ફેરફાર સાથે જોડાયેલા સ્વાધ્યાય આંદોલન પર એનપીઆર સ્ટોરી સાંભળીને એડી અહી આવી હતી.

પોતાના રિસર્ચ દરમિયાન એડીએ પશ્વિમી ભારતના ગામની મુલાકાત લીધી. જેથી બહુ જલદી તે અલગ અલગ સ્થળોની ચા અને તેની સુગંધની કાયલ થઇ ગઇ. બે સ્થળોની ચાની સુગંધને સમજીને બે સેકન્ડમાં તેને અલગ કરી દે છે. પોતાની આ સમજના આધારે તેણે સાબિત કરી દીધું કે બે સ્થળોની ચા પણ અલગ હોય છે.

એડીએ 2007માં પોતાની કારના પાછળના હિસ્સામાં મૈસોન જાળી રાખીને તેનું વેચાણ શરૂ કર્યું હતુ. 2018માં તેની કંપનીની રેવેન્યૂ લગભગ 45.5 કરોડ રૂપિયા થઇ ગઇ છે. તેની કંપનીના કોલ્ડ ડ્રિક્સ પ્રોડક્ટસ પણ છે જે હોલ ફૂડ્સ. કોસ્ટકો, અને ટારગેટ શેલ્વ્સ પર આખા અમેરિકામાં ઉપલબ્ધ છે.