મિ.રિપોર્ટર, ૧લી ડીસેમ્બર.
શું રંગો તમારી લવ લાઈફ પર અસર કરી શકે ? આ પ્રશ્ન સામે સૌ કોઈ તરત જ કહેશે કે, એવું તો હોતું હશે ? આવું ના હોય. જો તમે પણ એવું કઈક એવું જ વિચારતા હોવ તો જરા થોભજો. કેમકે દરેક વ્યક્તિના જીવનમાં રંગ-કલરનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. લાલ, વાદળી, લીલો, પીળી સહિતના બધા જ મનપસંદ રંગો તમારા જીવન, સ્વભાવ અને મુડ પર પણ ખુબ અસર પ્રભાવ પાડે છે. એટલુ જ દરેક રંગો વ્યક્તિના લગ્ન જીવનમાં પર સીધી જ અસર કરે છે. આ સાંભળવામાં જરા વિચિત્ર લાગે છે, પણ તે સાચું છે. તમે તમારા મનપસંદ રંગો દ્વારા તમે તમારા અને તમારી પ્રેમિકા સાથેના પ્રેમ જીવનના ઘણા રહસ્યો જાણી શકો છો. ચાલો જાણીએ..
વાદળી
જે લોકોને વાદળી રંગને પસંદ છે. તેવા લોકો ખૂબ કોમળ અને નરમ સ્વભાવના હોય છે. આવા લોકો પ્રેમના વિષયમાં કોઈનું પણ દીલ દુખાડવામાં માનતા નથી. આ લોકો હંમેશાં પ્રેમ જીવનમાં નવી વસ્તુઓ અજમાવવા માગે છે.
લીલા
જો તમારો મનપસંદ રંગ લીલો હોય, તો તમે હંમેશાં તમારા પ્રેમ જીવનના મામલે ગુંચવણમાં રહી શકો છો. આવા લોકો હંમેશાં એવું માને છે કે, તેમનો પાર્ટનર હંમેશા તેની ફીલિગ્સ શેર કરતો રહે. આ ઉપરાંત, આ લોકો તેમના ભાગીદાર તરફથી તેમની પ્રશંસા સંભાળીને ખુશ થાય છે.
લાલ રંગ
જો તમારો મનપસંદ રંગ લાલ હોય તો તમે ખૂબ રોમેન્ટિક છો. તમે એવા વ્યક્તિ છો જે તમારામાં વિશ્વાસ રાખે છે, જે તેના પ્રેમ જીવનનો ખૂબ આનંદ માણે છે.
પીળા રંગ
તમારો પ્રિય રંગ પીળો હોય તો તમે તમારા લવ લાઈફથી વધારે અપેક્ષા રાખો છે. જેના કારણે તેઓ ક્યારેય સંતુષ્ટ થતા નથી. આવા લોકો કોઈના વિશે ખુબ જ ઓછા સમયમાં મંતવ્યો બનાવે છે.
ગુલાબી
જે લોકો ને ગુલાબી રંગ પસંદ છે, તેવા લોકો માટે શારીરિક સંબધો જીવનમાં બહુ મોટું સ્થાન ધરાવતાં નથી. આવા લોકો પ્રેમની સાથે થતી ઇનટીમેંસી રાખવાનું વધુ પસંદ કરે છે. આવા લોકો માટે લવ મેકિંગ વધુ મહત્વ ધરાવે છે.